ફતેપુરા:કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બેફામ ભાવવધારા તેમજ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ સમિતિએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું,ભાજપ ની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેફામ ભાવ વધારા મોંઘવારીના વિરોધમાં યોજાયેલ વિરોધ પ્રદર્શન

ફતેપુરા તા.24

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના નજીક ફતેપુરા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર તાલુકા પંચાયતના પ્રમુખ રજની કાબૅન મછાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ભાજપની કેન્દ્રની સરકાર અને રાજ્યની ભાજપ ની સરકાર દ્વારા બેફામ ભાવવધારો અને મોંઘવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ગયેલ છે.ભાજપના રાજમાં પેટ્રોલ -ડીઝલ રાધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના મોંઘવારીના બોજા હેઠળ ભારે હાલાકી ભોગવી રહેલ છે છેલ્લા પંદર દિવસમાં પેટ્રોલમાં રૂપિયા આઠનો વધારો અને ડીઝલમાં રૂપિયા9 નો વધારો કર્યો છે હાથમાં લખેલ પ્લેકાર્ડ જેવા કે ભાજપ તેરે અચ્છે દિન જનતા તેરે બુરે દિન પેટ્રોલ-ડીઝલ મે લાગીએ આગ આમ આદમી હો ગયા બરબાદ જેવા વિવિધ સૂત્રો પોકારી વિરોધ દર્શાવ્યો હતો.

Share This Article