સંજેલી તાલુકામાં મેઘો મહેરબાન થતાં ધરતીપુત્રો દ્વારા વરસાદ પડતા ખેતીકામની શરૂઆત કરાઈ

Editor Dahod Live
1 Min Read

 કપિલ સાધુ @ દાહોદ 

સંજેલી તા.17

સંજેલી તાલુકામાં ધરતીપુત્રો દ્વારા વરસાદ પડતા ખેતીકામની શરૂઆત કરવામાં આવી હતી.

હાલ ચોમાસાની સિઝન શરૂ થઇ છે ત્યારે વરસાદ પણ સારો પડવાનુ શરુ થતા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ધરતીપુત્રો દ્વારા ખેતી કામની શરૂઆત કરવામાં આવી છે .ગ્રામ્ય વિસ્તારના ખેડૂત લોકો પ્રથમ જમીન તેમજ બળદોની પૂજા કરી અને ખેતરોમાં ખેડવાનું કામકાજ શરૂ કરતા હોય છે અને ત્યારબાદ ખેતરોમાં વાવણીનું કામકાજ શરૂ કરતા હોય છે .તેમજ ખેડૂતો સારો વરસાદ થાય અને સારો પાક મળી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે ..

Share This Article