Tuesday, 03/12/2024
Dark Mode

લીમખેડાના દુધીયામાં વિજળીના થાંભલા પરથી જીવંત વિજળીનો તાર ગાયો પર પડતા બે ગાયોનાં મોત

લીમખેડાના દુધીયામાં વિજળીના થાંભલા પરથી જીવંત વિજળીનો તાર ગાયો પર પડતા બે ગાયોનાં મોત

અભેસિંગ રાવલ @ લીમખેડા 

દુધીયામાં વિજળીના થાંભલા પરથી જીવંત વિજળીનો તાર ગાયો પર પડતા બે ગાયોનાં મોત

લીમખેડા તા.14

લીમખેડા તાલુકાના દુધીયા ગામે ગત મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદ અને વાવાઝોડા ના કારણે દુધીયા ગામની મેઈન બજાર ફળીયામાં ઉભેલી બે ગાયો પર અચાનક વિજળીનો જીવંત તાર તુટી પડતા ગાયોને વિજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ, ઘટના ની દુધીયા ના સરપંચ મનુભાઈ ભુરીયા ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાયોના માલીક પરસોતમ દોલા જાટવા રહે.દુધીયા અને ડામોર કનુ રામસીંગ રહે.દુધીયાધરા ને જાણ કરી હતી, ઘટનાની જાણ મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ ની કચેરી લીમખેડા ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળે પંચનામું કરી ગાયોના મૃતદેહ ને પી એમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે દુધીયા ગામના તલાટી કમ મંત્રીએ ઘટના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રીપોર્ટ કરી ખેડુતોને સહાય મળે તેમાટે કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!