દેવગઢબારિયાના ઉધાવળા ગામે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read
મઝહર અલી મકરાણી @ દે.બારીયા
દેવગઢબારિયા તાલુકાના ઉધાવળા ગામે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, એક જ ગામના એક જ ફળિયામાં રહેતા પ્રેમીપંખીડા પ્રેમમાં નિષ્ફળતા મળશે તેમ જાણી જીવન ટૂંકાવ્યું
દે.બારીઆ :- 02
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ઉધાવળા ગામના એક જ ફળિયામાં રહેતા પ્રેમીપંખીડાએ એક સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારીયા તાલુકાના ઉધાવળા ગામે નાના ફળિયામાં રહેતા ગોવિંદભાઈ સોમાભાઈ નાયક ની ૧૮ વર્ષીય પુત્રી રેણુકા જે રાત્રીના દસ વાગ્યાના તેના ઘરે કંઈ પણ કહ્યા વગર નીકળેલી જે ઘરે પરત ના આવતાં આ અંગે તેના કાકા બચુભાઈ સોમાભાઈને જાણ કરતા તેમને ઘરની નજીકમાં તેમજ આસપાસના ઘરોમાં તેમજ ફળિયામાં તપાસ કરેલ તેમ છતાં ન મળી આવતા તે ક્યાં ગઈ હશે અને ઘરે પાછી આવશે તેમ વિચારી રેણુકાના પરિવારજનો રાત્રિના સુઈ ગયા હતા. ત્યારે સવારે પણ રેણુકા ઘરે ન આવતાં તપાસ હાથ ધરેલ તે વખતે જાણવા મળેલ કે રેણુકા તેમજ ગામનો નિતેશ દિલીપભાઈ નાયક ઉં.૨૦ બન્ને જણ ગામના એક આંબાના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ મરણ ગયેલ છે. જેથી તપાસ કરતા બંને જણ પ્રેમ પ્રકરણને લઈ અલગ અલગ ઓઢણીથી એક જ ડાળ ઉપર ફાંસો ખાઈ મરણ ગયેલા હતા. જે બાબતે રેણુકાના કાકા બચુભાઈ સોમાભાઈ નાયક એ દેવગઢબારિયા પોલીસ મથકે આ બાબતે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી બંનેની લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Share This Article