Sunday, 08/09/2024
Dark Mode

દે.બારીયા તાલુકા મથકે 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના પાયલોટ દ્વારા “પાયલોટ દિવસ”ની ઉજવણી કરાઈ

દે.બારીયા તાલુકા મથકે 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના પાયલોટ દ્વારા “પાયલોટ દિવસ”ની ઉજવણી કરાઈ

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.30

દેવગઢબારીયા તાલુકા મથકે 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના પાયલોટ દ્વારા પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી,તબીબ સહિતના અધિકારીઓએ કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકા ઝોનમાં 108 એમ્બ્યુલન્સ આઠ(8) અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ(9) નવ જેટલી ફાળવવામાં આવેલ છે. ત્યારે આ ઝોનમાં કોઈપણ બનાવ જેમાં એમ્બ્યુલન્સની જરૂરિયાત ઊભી થાય તેમાં 108 અને ખિલખિલાટ સેવા પૂરી પાડે છે. ત્યારે હાલમાં લોકડાઉન ચાલતુ હોય જેમાં કોરોના વાયરસને લઇ ચાલતી મહામારી ચાલતી હોય અને તેમાં આ કોરોનાના ભરડામાં કેટલાય લોકોએ રાજ્ય સહિત દેશમાં કોરોના ભરખી ગયા છે. તેવા સમયમાં પણ આ ઝોનમાં ૧૦૮ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ નો સ્ટાફ પણ ખડે પગે રહી આજદિન સુધી સેવા પૂરી પાડે છે. ત્યારે આ કોરોના વાઇરસ વચ્ચે જેવી રીતે પોતે ફરજ બજાવી તેવી રીતે હાલમાં તેમને પાયલોટ ડે ની ઉજવણી પણ કરી હતી. જેમાં covid-19ના વોરિયર્સ બેચ તથા દરેક પાયલોટ, ઈએમટી અને કેપ્ટનનુ મોઢું મીઠું કરી આ પાયલોટ ડે ની ઉજવણીમાં હાજર તબીબી તેમજ અધિકારીઓ દ્વારા 108 અને ખિલખિલાટના તમામ સ્ટાફની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આમ દેવગઢબારીયા તાલુકા ઝોનમાં 108 અને ખિલખિલાટના સ્ટાફ દ્વારા પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!