સુલિયાતથી સંજેલી તરફનો મુખ્ય રસ્તો આડાશો કરી બંધ કરાતા માલવાહક સહિત ઇમરજન્સી વાહનોને પડતી પારાવાર મુશ્કેલી

Editor Dahod Live
2 Min Read

 કપિલ સાધુ @ સંજેલી 

સુલિયાતથી સંજેલી તરફનો મુખ્ય રસ્તો બંધ કરાતા માલ વાહક સહિત ઇમરજન્સી વાહનોને મુશ્કેલી.

સંજેલી તા.14

પંચમહાલ દાહોદ અને મહિસાગરની સરહદ નવાગામ ખાતે રસ્તા પર પથ્થર તેમજ કાટા નાખી સીલ કરી દેવાયો. કોરોના વાયરસની મહામારી રહીને લોક ડાઉન જાહેર થતાં ગોધરા સંતરામપુર મુખ્ય રસ્તાથી સૂલીયાત થઈ સંજેલી તરફનો મુખ્ય રસ્તા પર પથ્થર તેમજ બાવળના કાંટા ગોઠવી રસ્તો બંધ કરાતા આવશ્યક ચીજવસ્તુ તેમજ માલવાહક વાહનો અને ઇમર્જન્સી સેવાઓને અવર જવર બંધ થતાં હાલાકી પડી રહી છે .ત્યારે આ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી સંજેલી તાલુકાના વેપારીઓની માંગ કરવામા આવી રહી છે.

મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાની સરહદ પર વહીવટી તંત્ર દ્વારા પોલીસ જવાનો તેમજ આરોગ્યની ટીમ તૈનાત કરી બેરેક ગોઠવી આવતા જતા વાહનોને ચેક કરી માહિતી લઈ જવા દેવામાં આવે છે.ત્યારે ગોધરા સંતરામપુર મુખ્ય માર્ગ સુલીયાતથી સંજેલી તરફ જવાના મુખ્ય માર્ગ પર નવાગામ ટેકરે અચાનક રોડ ઉપર જ પથ્થરો ગોઠવી કાંટા નાખી દઇ રસ્તો બંધ કરી દેતા સંજેલી તાલુકા મથકે આવતા ખાતર લોખંડ સીમેન્ટ ફળફળાદી શાકભાજી અનાજ કરિયાણા ના ભારે વાહનો તેમજ આવશ્યક બિન આવશ્યક માલ વાહકો તેમજ ઇમરજન્સી જેવી સેવાઓને પંચમહાલ સરહદ પરનો રસ્તો બંધ કરી દેવાતા સંજેલી તાલુકાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જેના કારણે સંજેલી તાલુકાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે નવાગામ ટેકરા પરના મુખ્ય માર્ગ પર રાખેલા પથ્થર કાંટાના ઢગલાને દૂર કરી બેરેક મૂકવામાં આવે જેથી આવતા જતા વાહનો ને અવર જવર કરવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી સંજેલી તાલુકાની વેપારી તેમજ આસપાસની પ્રજાની માંગ ઉઠવા પામી છે.

Share This Article