ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે મોટરસાયકલ ચાલક આઇસર ગાડીની પાછળ અથડાયો, ચાલકનું મોત

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા રાજેશ વસાવે દાહોદ 

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે મોટરસાયકલ ચાલક આઇસર ગાડીની પાછળ અથડાયો, ચાલકનું મોત

દાહોદતા.૨૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક આઈસર ગાડીના પાછળ ધડાકાભેર અથડાવતા મોટરસાઈકલ ચાલકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

 

 

ગત તા.૨૫મી ઓક્ટામ્બરના રોજ અલ્કેશભાઈ રંગાભાઈ નિનામા (રહે. કારઠ, ઉમરાપાડા, ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી કાળી મહુડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ત્યાં એક આઈસર જેવી ફોર વ્હીલર ગાડીની પાછળ અલ્કેશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતાં અલ્કેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

 

 સંબંધે કારઠ ગામે ઉમરાપાડા ફળિયામાં રહેતાં પંકજભાઈ રંગાભાઈ નિનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————

Share This Article