Saturday, 22/01/2022
Dark Mode

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 77,28o નો દારૂનો જથ્થો ઝડપી પાડયો, બુટલેગર ફરાર

October 27, 2021
        2275
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 77,28o નો દારૂનો જથ્થો ઝડપી પાડયો, બુટલેગર ફરાર

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 77,280 નો દારૂનો જથ્થો ઝડપી પાડયો, બુટલેગર ફરાર

દાહોદ તા.૨૭

 

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા.૭૭,૨૮૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જ્યારે પોલસીને જાેઈ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૬મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોટીખરજ ગામે સંગાડીયા ફળિયામાં રહેતાં બાદલભાઈ શંકરભાઈ ભાભોરના રહેણાંક

મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં બાદલભાઈ પોલીસને જાેઈ નાસી ગયો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની પેટીઓ નંગ. ૧૩ જેમાં નાની મોટી બોટલો નંગ. ૬૦૦ કિંમત રૂા. ૭૭,૨૮૦ નો પ્રોહી જથ્થો કબજે કરી દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!