સુમિત વણઝારા/સૌરભ ગેલોત, ઝાલોદ
ઝાલોદ તાલુકાના પ્રથમપુર ધોળીદાંતી ગામની 28 વર્ષીય પરણિતાને પતિ તેમજ સાસરિયા પક્ષ દ્વારા દહેજ અંગે પૈસાની માગણી કરી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલી પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામની 28 વર્ષીય પરણિતા રેવાબેનના લગ્ન કલ્પેશભાઈ પોપટભાઈ બારીયા જોડે 13 વર્ષ અગાઉ થયાં હતા. જેમાં લગ્નના 5 વર્ષ સુધી સારુ રાખ્યા બાદ પોત પ્રકાશયું હતું. અને તેના પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.તેમજ સાસરી પક્ષના કલ્પેશભાઈ બારીયા, જોરજી જોખનાભાઈ બારીયા, કમલેશભાઈ પોપટભાઈ તેમજ લીમડી કરંબા રોડ ખાતેના રહેવાસી સુમિત્રાબેન કમલેશભાઈ બારીયા દ્વારા ઘરમાંથી કાઢી નાખવાની ધમકી આપી અવારનવાર ત્રાસ ગુજારતા પતિ તેમજ સાસરિયાઓના ત્રાસથી વાજ આવેલી રેવાબેન કલ્પેશભાઈ બારીયાએ દાહોદ મહિલા પોલીસ મથકના દ્વાર ખટખટાવતા પોલીસે પતિ તેમજ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.