ઝાલોદ તાલુકાના ગામડ ગામે ખેતરમાં પાક જોવા ગયેલા એક વ્યક્તિને તલવાર વડે કર્યો હુમલો..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા, દાહોદ

 

ઝાલોદ તાલુકાના ગામડ ગામે ખેતરમાં પાક જોવા ગયેલા એક વ્યક્તિને તલવાર વડે કર્યો હુમલો..

 

દાહોદ તા.૨૪

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડ ખેતરમાં પાક જાેવા ગયેલ એક વ્યક્તિને એકે તલવારનો ઘા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૧૫મી સપ્ટેમ્બરના રોજ ગામડી ગામે મહુડા ફળિયામાં રહેતાં મગનભાઈ દલસિંગભાઈ ભુરીયાએ ખેતરમાં મકાઈનો પાક કરેલ હોય તેમાં જાેવા ગયાં હતાં ત્યારે તે સમયે ત્યાં ગામમાં રહેતાં વાલુભાઈ મનીયાભાઈ ભુરીયા આવ્યો હતો અને બેફામ ગાળો બોલી, તું અહીં કેમ આવ્યો છે, તારા બાપનું અહીંયા શુ લુટાય છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની સાથે લાવેલ તલવારનો ઘા મગનભાઈના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાંખી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મગનભાઈ દલસિંગભાઈ ભુરીયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article