શબ્બીરભાઈ સુનેલવાલા, ફતેપુરા
ઝાલોદ ડિવિઝનના આઇપીએસ અધિકારીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો..
ઝાલોદના ASP ની બદલી થતા વિદાય સંભારમ યોજાયો
ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અને અધિકારી ગણ હાજર રહ્યા
ઝાલોદ તા.21
દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન એસપી તરીકેની ફરજ બજાવતા શ્રી વિજયસિંહ ગુજ્જરસાહેબને પ્રમોશન સાથે બદલી થતાં ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ અધિકારી ગણ તેમજ નગરજનો પદાધિકારીઓ હાજર રહ્યા હતા ઝાલોદ વિભાગના એસપી શ્રી વિજયસિંહ ગુજ્જરની બઢતી સાથે વલસાડ જિલ્લામાં એસપી તરીકે બદલી થતાં દાહોદ જિલ્લાના આદિવાસી પરંપરાગત મુજબ કોટી પહેરાવી તીરકામથુ આપી સન્માન કરવામાં આવ્યું પ્રોબેશન પિરીયડનો કાર્યકાળ ઝાલોદ વિભાગના ASP તરીકે ઝાલોદ વિભાગના તમામ પોલીસ સ્ટેશનોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કાયદાકીય નિયમ પાલન કરાવી પ્રોબેશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને વલસાડ SP તરીકે પ્રમોશન મેળવવા હતો બસ આજ રીતે કર્તવ્યપાલન કરતા રહી આગળને આગળ વધતા રહો તથા આવનાર ભવિષ્યમાં દાહોદ જીલ્લાના DSP થઇને આવો તેવી શુભકામનાઓ પઠાવવામાં આવેલ હતો