ઝાલોદ તાલુકાની લઘુમતી કોમની 25 વર્ષની પરણિતાને પછી તેમાં સાસરીયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા…

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

ઝાલોદ તાલુકાની લઘુમતી કોમની 25 વર્ષની પરણિતાને પછી તેમાં સાસરીયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા…

 

દાહોદ તા.25

ઝાલોદ તાલુકાની લઘુમતી કોમની ૨૫ વર્ષીય પરણિતા ને તેના પતિ તેમજ સાસરિયાઓ દ્રારા અવારનવાર મહેણાંટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓના અસહ્ય ત્રાસથી વાજ આવી પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ કસ્બા ફળિયાની રહેવાસી અંજુમબેન નશરૂલ્લાહ ખાન ગફ્ફારખાન પઠાણના લગ્ન ૬ માસ અગાઉ ઝાલોદ તાલુકાના ટીમ્બા ફળિયાના રહેવાસી જુનેદ સિદ્દીક અબ્દુલ ગની શેખ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયાં હતા.લગ્નના એક માસ સુધી સારૂ રહ્યા બાદ પતિ તેમજ સાસરિયાઓ દ્વારા પ્રકાશતા પતિએ તું મને ગમતી નથી અને મારે તણે રાખવી નથી.તેમ કહી માં બેન સમાણી ગાળો બોલી ઝગડો કરતો હતો. તેમજ તેના સસરા સિદ્દીક અબ્દુલગની શેખ તેની સાસુ સેજાન સિદ્દીક અબ્દુલ ગની શેખ તેમજ નણંદ મીનાજ આમિરખાન દ્વારા અમારા છોકરા માટે દેખાવડી પત્ની લાવવી છે.તેમ કહી અવારનવાર મહેણાટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા પતિ તેમજ સાસરી પક્ષના અસહ્ય ત્રાસથી વાજ આવેલી પત્નીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article