સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે મકાન બનાવવા બાબતે એક ઈસમના ત્રાસથી મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું..
ઝાલોદ તા.03
ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે પોતાના જમીનમાં જૂનું મકાન તોડી નવુ મકાન બનાવવા બાબતે એક મહિલાને તેમનાજ ગામના ઈસમ અવાર નવાર ઝગડો કરી ત્રાસ આપતાં મહિલાએ તેના ત્રાસથી કંટાળેલી મહિલાએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના પ્રથમપુર નિશાળ ફળિયામાં નિર્મલાબેન હઠીલાનું જૂનું અને જર્જરિત મકાન આવેલું હતું.તે મકાન તોડી નવુ બનાવવા માટે તૈયારીઓ કરતા આ મામલે તેમજ ગામના રમેશભાઈ હવસીંગભાઈ ભુરીયાએ આ જમીન અમારી છે. તમને અહીંયા ઘર નહી બનાવવા દઈએ તેમ કહી છેલ્લા કેટલાય સમયથી ઝગડો કરી રહ્યો હતો. તેમજ ગત તારીખ 10 મી એપ્રિલના રોજ રમેશભાઈએ ઝગડો અને મારામારી કરી નિર્મલાબેન તેમજ તેમના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ખોટી રીતે પજવણી કરી રહ્યો હતો.આ બાબતે રમેશ ભાઈ નિર્મળાબેનને મકાન નહી બનાવવા દે તે બાબતની ચિંતા કરી નિર્મલા બેનને લાગી આવતા ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.ત
ઉપરોક્ત બનાવ સંદર્ભે પ્રથમપુર નિશાળ ફળિયાના વીરસીંગ રૂપાભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આત્મહત્યા કરવા માટે દુશપ્રેરણા માટે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.