
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામે નલ સે જલ યોજનાના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામમાં ઘરે-ઘર સુધી પીવાના પાણીની સુવિધા પહોંચે તે દિશા તરફ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત કામ મંજૂર કરવામાં આવ્યું હતું.જેમાં ગુરૂવારના રોજ ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર,તાલુકા સભ્ય મિનેષભાઈ બારીયા,સાગડાપાડા ગામના આગેવાન બાબુભાઇ અમલીયાર,ગામના સરપંચ સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.એક કરોડ જેટલી રકમના ખર્ચે આખા ગામમાં ઘરે-ઘરે નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવશે.ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગનાં સ્થળોએ બોર કરવામાં આવે છે.પરંતુ પાણી ન હોવાથી પીવાના પાણીની સુવિધા માટે ફાફાં મારવા પડે છે.જેથી આ યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા દરેક ઘર સુધી પીવાના પાણીની સુવિધા મળી રહેશે.તેવુ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.