Thursday, 28/03/2024
Dark Mode

શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં.. દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 4 સ્થળે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20 જુગારીયાઓ ઝડપાયા:6 જુગારીયાઓ ફરાર

August 24, 2021
        1442
શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં.. દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 4 સ્થળે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20 જુગારીયાઓ ઝડપાયા:6 જુગારીયાઓ ફરાર

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં.. દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 4 જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20 જુગારીયાઓ ઝડપાયા:6 જુગારીયાઓ ફરાર 

  દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાંથી પોલીસે પાંચ જુગારિયાઓને ઝડપ્યા: એક ફરાર 

 દે.બારિયા તાલુકાના ઉધાવળા ગામેં એલસીબીના દરોડા દરમિયાન નવ પૈકી પાંચ જુગારીઓ ઝડપાયા: ચાર ફરાર 

 દાહોદ શહેરના સિંગલ ફળિયા માં જુગાર રમતા પાંચ જુગારીઓ પૈકી ચાર ઝડપાયા: એક ફરાર 

 દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને એલસીબીએ દબોચી લીધા 

દાહોદ તા.૨૪

દાહોદ શહેરમાં આવેલ કસ્બા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા છ પૈકી પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા 10,750/- ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ દાહોદ શહેરમાં આવેલ કસ્બા કેમલા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા એજાઝખાન ઇનામખાન પઠાણ (રહેવાસી. કસ્બા,કલાલ જાપા, દાહોદ), ઈરફાન સિકંદરભાઈ કાનુગા (રહેવાસી. કસ્બા, કલાલ છાપા, દાહોદ), સલમાન જાકીરભાઇ શેખ (રહેવાસી.ગરબાડા), જિલાનીભાઈ રસુલભાઇ કુરેશી (રહેવાસી. કસ્બા,જુના વણકરવાસ, દાહોદ), ફીરદોસ ઉર્ફે ચાસણી યુસુફભાઈ પીંજારા (રહેવાસી. દાહોદ, કસ્બા ઘાંચીવાડ) અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી (રહેવાસી. દાહોદ, કસ્બા બારીયાવાડ) આ છ જણા જાહેરમાં જુગાર રમતા હતા. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસને જોઇ જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,750/- ની રકમ કબજે કરી દાહોદ શહેર પોલીસે 6 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામે ગતરોજ એલસીબી પોલીસે જાહેરમાં પાના પત્તા વડે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા નવ જુગારીઓ પૈકી પાંચ જુગારીઓને પોલીસે દબોચી લઇ તેઓની પાસેથી 22,390/- ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ફરાર વોન્ટેડ 3 થી વધુ જુગારીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ જુગારીઓ બેફામ બન્યા છે ત્યારે જિલ્લાની પોલીસ તેમજ દાહોદ એલસીબી પોલીસ દ્વારા આવા જુગારના અડ્ડાઓ પર ઓચિંતા છાપા મારી જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં જુગારીઓનું મસમોટું એપી સેન્ટર ગણાતું એવું દેવગઢ બારીયા તાલુકામાં ગત રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઉધાવળા ગામે મસ્જિદની પાછળ, નાકટી ફળિયામાં જાહેરમાં જુગાર રમી રહેલ નિલેશભાઈ જયંતીભાઈ સોની (રહેવાસી. કાજીવાડા, બિસ્મિલ્લા મસ્જિદ, ગોધરા, જિલ્લો, પંચમહાલ), જફર અહેમદ સિરાજ મિયા સૈયદ (રહેવાસી. નવાપુરા, એકલવ્ય છાત્રાલય પાસે, છોટાઉદેપુર), સિદ્દીકભાઈ ઈસ્માઈલ ખાન પઠાણ (રહેવાસી. મકરાણી મોહલ્લા, ગધેડા ફળિયા, છોટાઉદેપુર), મહેશભાઈ ગુલાબદાસ ગંગાધરાની સિંધી (રહેવાસી. જુલેલાલ સોસાયટી, fci ગોડાઉનની સામે, ભુરાવાવ ગોધરા), હનીફભાઇ અબ્દુલ્લાભાઈ પીંજારા (રહેવાસી. ઉધાવળા,પીંજારા ફળિયા, તાલુકો દેવગઢ બારીયા) જ્યારે વોન્ટેડ એવા સિકંદર સત્તાર રામાવાલા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સત્તાર ઉર્ફે બોખો અબ્દુલ્લા શુક્લા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સલીમ રસુલ બકસાવાલા (રહેવાસી. ઉધાવળા, તાલુકો દેવગઢ બારીયા) તથા તેમની સાથે અન્ય ભાગી જનાર ઈસમો જાહેરમાં પાનના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે એલસીબી પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 22,390/- ની રોકડ રકમ કબજે લઇ ફરાર વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં જુગાર ધામનું એપીસેન્ટર એવું દેવગઢ બારીયા તાલુકા તેમજ દેવગઢબારિયા નગર માં જાહેરમાં બેરોકટોક સ્થાનિક પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ જુગારના અડ્ડાઓ કાયમી ધમધમી રહ્યા છે ત્યારે આવા જુગારના અડ્ડાઓ પર એલસીબી પોલીસને રેડ કરવાની ફરજ પડી હતી જેને પગલે સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જાણવા મળ્યા અનુસાર, દેવગઢ બારિયા નગરમાં ઘણા એવા વિસ્તારોમાં પણ જુગારના અડ્ડાઓ કાયમી ધમધમે છે અને આ જુગારના અડ્ડા પર દાહોદ, પંચમહાલ તેમજ મહીસાગરના જુગારીઓ જુગાર રમવા આવતા હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે એલસીબી પોલીસ દ્વારા દેવગઢબારિયા નગરમાં આવેલ જાણીતા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવે તો અનેક મોટા માથાના જુગારીઓ તેમજ જુગારના અડ્ડાઓ ચલાવતાં જાણીતા ઇસમો પર પણ પોલીસ લગામ ખેંચી શકે તેમ છે.

 

દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ સિંગલ ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ પૈકી ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા 18,490/- ની રોકડ રકમ સાથે એક મોબાઈલ ફોન કબ્જે કર્યાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ, સિંગલ ફળિયામાં આવેલ સાસીવાડની વાડીની બહાર જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ સુનિલભાઈ રામુભાઈ ભાટ (રહેવાસી. જીવનદીપ સોસાયટી, મહુડી જોલા ફળિયુ, દાહોદ), વિષ્ણુભાઈ ઉદેશીંગ તેરવા (સાસી) (રહેવાસી, દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દર્શન રઘુવીર ચૌહાણ (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દિલીપ ઉર્ફે દિલ્લુ લાલચંદ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) અને રવિ ભગાભાઈ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) આ પાંચેય જણા જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાની સાથે પોલીસે આ સ્થળે પહોંચી તો છાપો માર્યો હતો અને છાપો મારતાની સાથે જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં રવિ ભગાભાઈ સાસી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય ૪ જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 18,490/- ની રોકડ રકમ તેમજ એક મોબાઈલ ફોન કબ્જે લઇ પાંચ જુગારીઓ વિરુદ્ધ દાહોદ શહેર પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે ખુલ્લા ખેતરમાં જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમી રહેલા છ જુગારીઓને એલ.સી.બી. પોલીસે દબોચી લઇ તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,210/-ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ ગુણા ગામે આવેલ ખુલ્લા ખેતરમાં એક ઝાડ નીચે જાહેરમાં ગંજી પત્તા પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા અલ્કેશભાઇ માનસિંગભાઈ બારીઆ, સંજયકુમાર અમરસિંહ વણઝારા, રંગીતભાઈ ચીમનભાઈ બારીઆ, પ્રકાશકુમાર પરસિંગભાઈ બારીઆ, ઇશ્વરભાઇ ચીમનભાઈ બારીઆ અને હિતેશકુમાર ચંદ્રસિંહ બારીઆ (તમામ રહેવાસી. ગુણા, તાલુકો, દેવગઢ બારીયા) નાઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. આ અંગેની બાતમી દાહોદ એલ.સી.બી. પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી છ જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,210/- ની રોકડ રકમ કબજે કરી છ જુગારીઓ વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે એલસીબી પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!