Wednesday, 23/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગ થકી “મન હોય તો માળવે જવાય” કહેવતને સાર્થક ઠેરવી. ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે..

June 25, 2021
        1326
ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગ થકી “મન હોય તો માળવે જવાય” કહેવતને સાર્થક ઠેરવી.   ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે..

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગથી ‘મન હોય તો માળવે જવાય’ કહેવતને સાર્થક ઠેરવી.

ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે.

 ભીતોડી ગામના અભ્યાસ કરતા એક પણ બાળક જુલાઈ’-૨૦૨૧ ના અંત સુધીમાં પોતાના ભણતર મુજબનું વાંચન, ગણન અને લેખનમાં નબળા ના રહે તેવું આયોજન પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગોઠવ્યું.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૫

 

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગ થકી "મન હોય તો માળવે જવાય" કહેવતને સાર્થક ઠેરવી. ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે..ગત વર્ષે કોરોના મહામારીના સમયમાં પણ ભીતોડી પ્રાથમિક શાળાના ભણતા ૯૦ ટકા બાળકો ઉપરાંત તથા ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ગામના બાળકોએ સો ટકા ઓનલાઇન શિક્ષણ અને શેરી શાળાનો લાભ લીધો હતો.અને વેકેશન દરમિયાન પણ શિક્ષકો,બાળકો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા.બાળકો શિક્ષકો અને વાલીઓને આશા હતી કે જૂન-૨૦૨૧ થી શાળાઓ શરૂ થઈ જશે પરંતુ આ આશા ઠગારી નીવડી છે.પરંતુ શિક્ષકોના સાહસથી વાલીઓ અને બાળકો હિંમત હાર્યા વગર’મન હોય તો માળવે જવાય,એ કહેવતને સાર્થક ઠેરવી હોવાનું જાણવા મળે છે.

 

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગ થકી "મન હોય તો માળવે જવાય" કહેવતને સાર્થક ઠેરવી. ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે..

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગથી બાળકોને ઓનલાઇન તેમજ શેરી શાળાનો લાભ મળ્યો 

ફતેપુરા તાલુકામાં ભીતોડી ગામ ડુંગરાળ અને ઊંડાણ વિસ્તારમાં આવેલું છે.તેમજ વાલીઓની પરિસ્થિતિ પણ નબળી છે.ટી.વી, મોબાઇલ જેવા સાધનોનો અભાવ છે.પરંતુ આવી સ્થિતિમાં પણ તમામ બાળકો ઓનલાઇન શિક્ષણનો લાભ લે તેવું પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું.પ્રથમ એસ.એમ.સી સભ્યોની મિટિંગ કરી દરેક સભ્યને ફળિયાની જવાબદારી આપી,ત્યારબાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૨૧ બાળકોને પાંચ ફળિયામાંઓમાં વિભાજિત કરી, ફળિયાવાર વાલીઓની મિટિંગ યોજી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.જેમાં ત્રણ ફળિયામાં ટી.વી ડીસની વ્યવસ્થા હતી.ત્યા બાળક દીઠ દર માસે ૨૦ રૂપિયા ફાળો કરી ટી.વી માલિકને આપવાનું આયોજન કરવામાં આવ્યું.બાકીના બે ફળિયામાં ટી.વી ની સગવડ ન હતી ત્યાં મકવાણા ફળિયામાં વાલી દ્વારા ટી.વીનો સહયોગ મળી રહ્યો.તથા બીજા ફળિયામાં શિક્ષિકા મીનાબેન દ્વારા ટી.વી ની વ્યવસ્થા કરી,ત્યારબાદ તમામ વાલીઓએ બાળકદીઠ સો રૂપિયા ફાળો કરી ડીશની વ્યવસ્થા કરવામાં આવી.આ રીતે તમામ ભીતોડી ગામના બાળકો તથા વિદ્યાર્થીઓ ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લેવામાં અગ્રેસર રહ્યા હતા.

ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્યની સૂઝબૂઝથી ગામના બાળકો કોરોના કાળની કપરી સ્થિતિમાં પણ શિક્ષણથી વંચિત રહ્યા નથી તે સરાહનીય બાબત છે!

ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના શિક્ષકોની પહેલ અને ગ્રામજનોના સહયોગ થકી "મન હોય તો માળવે જવાય" કહેવતને સાર્થક ઠેરવી. ભીતોડી ગામના તમામ બાળકો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઓનલાઇન તથા શેરી શાળાનો લાભ લઇ રહ્યા છે..

#Paid pramotion

Contact us :- sunrise public school 

ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકોને આયોજનપૂર્વક કામગીરી સોંપવામાં આવી.તેમાં દરેક શિક્ષકને એક ફળિયાની વિશેષ જવાબદારી સોંપી તથા કયા સમયે કયા ફળિયામાં જવું તેનું સમયપત્રક આપવામાં આવ્યું.આ ઉપરાંત શિક્ષકે ફળિયામાં જઈ શું કામગીરી કરવી તેનું ફાઈલ રૂપે આયોજન ગોઠવવામાં આવ્યું.જેમાં ગણન માટે પાયાની ૩૫ બાબતો, અંગ્રેજી માટે ૩૦ લેવલ,૩૦ સુધીના ઘડિયા.વાંચન માટે ૨૫ લેવલ વિગેરે બાબતો પત્રક રૂપે મૂકવામાં આવી. જેમાં બાળકો પોતાની જાતે શીખતા જાય અને ટીક માર્ક કરતાં કરતાં આગળ વધે.આ સિવાય ફળિયામાં શિક્ષકની નોંધ,બાળકોની હાજરી, શિક્ષકોની હાજરી પુરવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બાળકો ઉપરના લેવલ જેમ જેમ પસાર કરતા જાય તેમ તેની યોગ્ય ઇનામની પણ વ્યવસ્થા શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.તેમજ દર પંદર દિવસે બાળકોના ટેસ્ટ લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું.અને જેની જાણ તેના વાલીને કરવામાં આવે છે.તથા જુલાઈ માસના અંત સુધીમાં એક પણ બાળક પોતાના ધોરણ મુજબ વાંચન,ગણન,લેખનમાં નબળા ન રહે તેવો ગોલ તમામ શિક્ષકોએ બનાવ્યો હતો. જેના માટે શિક્ષકો અને વાલીઓ એ મળી ૧૨ થી ૧૫ હજાર રૂપિયાનો લોક ફાળો એકત્ર કરીને તમામ વ્યવસ્થા ઉભી કરેલ હતી.

 

કોરોનાની મહામારી દરમિયાન સરકાર ની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલવારીની સાથે ઓનલાઇન ભણતર ચાલુ રહ્યો 

કોરોના મહામારીના કપરા સમયમાં સરકારની ગાઇડ લાઇનનું પણ સંપૂર્ણપણે પાલન થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.જેમાં તમામ બાળકોને શિક્ષકો અને દાતાઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.ફળિયા માં આવતા અને જતા બાળકો સેનીટાઇઝર ફરજિયાત ઉપયોગ કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.તથા સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરાવવામાં આવે છે. આમ બાળકોને ભણવાની અને શિક્ષકોને ભણાવવાની કામગીરીથી શાળા બંધ હોય તેવું જરા પણ લાગતું નથી અને ભીતોડી ગામના બાળકો શિક્ષણ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!