
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાની રાજસ્થાન સરહદે આવેલા તમામ ગામોમાં ઘરઆંગણે પીવાનું શુદ્ધ પાણી મળશે: દંડક રમેશભાઈ કટારા.
દરેક ગામોમાં સરપંચો અને પંચાયતના સભ્યો સરકારની વિવિધ યોજનાઓમાં લાભથી વંચિત રહેલા લોકોની યાદી તૈયાર કરે.
તમામ પરિવારોને સરકારની યોજનાઓનો લાભ આપવા અમો કટીબધ્ધ છીએ:નવાગામ માં 82 લાખના ખર્ચે નળ સે જળ યોજનાનુ ખાતમુહર્ત કરવામા આવ્યુ.
સુખસર તા.31
ફતેપુરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા નવાગામના ત્રણ હજાર કરતા વધુ લોકો ને સરળતાથી ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નવાગામ ખાતે નળ સે જળ યોજના અંતગઁત ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ યોજનાનો લાભ લોકો ને મળી રહે તે માટે ફતેપુરા તાલુકાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયાર ના હસ્તે યોજનાનુ ખાતમૂહઁત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે આદિજાતીના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી,યુવા મોરચાના મોહિતભાઇ ડામોર,પાટીઁ પ્રમુખ રામાભાઇ,લાલભાઇ સુવર ,જીલ્લા પંચાયત સભ્ય ભલાભાઇ,નવાગામ,વડવાસ,કરોડીયા,સલરા ના સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય સહિત મોટી સંખ્યા મા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રંસગે વિધાનસભાના દંડકે લોકોને સંબોધી ભાજપની સરકાર મા વિકાસ વેગ વંતો બન્યો હોવાનુ જણાવી વિકાસ કાયૉ મા લોકો ની પડખે ઉભા રહેવા ની ખાતરી આપી હતી જીલ્લા ભાજપ પ્રમખે પણ લોકો ને સરકારની તમામ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતુ.