
સુમિત વણઝારા
સીંગવડ તાલુકાના છાપરવડ ગામે લગ્નપ્રસંગના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે ઝગડો: ચાર ઈસમો નો બે વ્યક્તિઓ પર લાકડીઓ તેમજ પથ્થરો વડે હુમલો.
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈએક મહિલા સહિત બે જણાને લાકડી વડે, પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઆોે પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૫મી મેના રોજ સીંગવડ તાલુકાના છાપરવડ ગામે હોળી ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ અભેસીંગભાઈ, હીરાભાઈ કડવાભાઈ, વિજયભાઈ જગદીશભાઈ અને કલ્પેશભાઈ હીરાભાઈ ચારેય જાતે પટેલનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ગામમાં રહેતાં કાર્તિકભાઈ મનહરભાઈ પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું અમોને વરઘોડામાં ફટાકડા ફોડવાની ના કેમ પાડે છે, અમો ફટાકડા ફોડીશુ, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને મનહરભાઈ અને તેમની સાથે સોનલબેનને લાકડી વડે, પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે છાપરવડ ગામે હોળી ફળિયામાં રહેતાં ભારતભાઈ રવાભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ