
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકામાં હનુમાન જયંતિ ને લઈને ઉત્સાહભેર બાઇક રેલી યોજાઈ..
સીંગવડ તા.16
સિંગવડ તાલુકાના સીંગવડ ગામમાં 16 4 22 ના રોજ હનુમાન જયંતી ઉત્સવ ના ભાગરૂપે હિન્દુઓના પવિત્ર પર્વની સમગ્ર પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સીંગવડ ના તમામ ભક્તો દ્વારા હનુમાન જયંતીના દિવસે સીંગવડ બજારમાં માર્ગ પર ધજા પતાકા થી સુશોભિત કરવામાં આવ્યું જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા અખંડ ભારત યુવા સંઘ દ્વારા હનુમાન જયંતીના પર્વને લઇને એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાઇક રેલી આર્ટસ કોલેજ સિંગવડ થી ડીજેના તાલ સાથે નીકળી હતી તેનામાં બાઈક સવારો દ્વારા બાઈક પર ધજા લગાવીને ઉત્સાહથી બાઇક રેલી નીકળી હતી જે બાઇકરેલી સિંગવડ બજારમાં થઈ અંબે માતા મંદિર ચોક થઈ ભમરેચી માતા ના પરિસરમાં હનુમાનજી મંદિરે પહોંચી હતી ત્યાં પહોંચ્યા પછી મહાઆરતી ઉતારવામાં આવી હતી ત્યાર પછી સામૂહિક હનુમાન ચાલીસા રામધૂન અને સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી પ્રસાદ વેચીને ધર્મપ્રેમી જનતાએ ભંડારાનું લાભ લીધો હતો આ રીતે સીંગવડ માં હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી