કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મંડેર (રં)ગામે અંબે માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો..
સીંગવડ તા.23
સિંગવડ તાલુકાના મંડેર (રં)ગામે અંબે માતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી સિંગવડ તાલુકા ના મંડેર(રં) ગામે બારીયા ફળિયા જતા રસ્તા ઉપર ૧૯૭૨માં ગરબા ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજદિન સુધી આ જગ્યાએ દર વર્ષે ગરબા રમાય છે ગરબા રમવા ની જગ્યાએ ૧૯૯૧માં પુનાભાઈ જેસીંગભાઇ બારીયા દ્વારા અંબે માતા ના મંદિર બાંધવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો શિલાન્યાસ પછી મંદિરનું બાંધકામ પૂર્ણ કરી દેવાતા તારીખ 19 20 21 નવેમ્બર 2021 ના રોજ અંબે માતા ના મંદિરે મા અંબે તથા ગણપતિજી ભૈરવ દાદા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી તેમાં પ્રથમ દિવસે બધી જ પ્રતિષ્ઠાની મૂર્તિઓ ધજા કળશ વગેરેનું મંડેર ગામ માં શોભાયાત્રા નિકાળવામાં આવી હતી તેમાં દેશી ઢોલ તથા ડીજેના તાલે મંડેર નાની મંડેર સુરપુર બરોડા વડાપિપલા અગારા હાડી આ સમગ્ર ગામના ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા આખા મંડેર ગામમાં ફરીને મંદિર આવી પહોંચી હતી અને આ મંદિરે મૂર્તિઓને રાખવામાં આવી હતી જ્યારે આ સ્થાપના માટે ભક્ત નરેશભાઈ બારીયા તથા સર્વે ગામજનો ના સહયોગથી આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મોટા પાયે કરવામાં આવી હતી તેમાં સૌ ભક્તોએ ભાગ લઈને આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે આ કાર્યક્રમ સીંગવડ સંજેલી લીમખેડા તથા મોરવાહડપ એમ 4 તાલુકાના માતાજીના ભક્તો પધાર્યા હતા જ્યારે હસ્તે શ્વર મંદિર લીમખેડા મહારાજ તથા સાધુ સંતો પણ આ પ્રાણ પ્રતિષ્ઠા માં પધાર્યા હતા આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા રાજસ્થાન બ્રાહ્મણ દ્વારા ત્રણ દિવસ સુધી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં 21.11 ના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારામાં આજુબાજુના ગામના ભક્તો તથા બહારથી આવેલા ભક્તોએ પણ ભંડારા નો લાભ લીધો હતો
