દીવા તળે અંધારૂ.. સાંસદ તેમજ ધારાસભ્યના ગામમાં પ્રાથમિક સુવિધાથી નગરજનો વંચિત…સિંગવડ નગરમાં ઠેર-ઠેર ખાડા રાજથી વાહન ચાલકોને હાલાકી: સ્થાનિક વહીવટી ગાઢ નિંદ્રામાં..

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ નગરમાં ઠેર-ઠેર ખાડા રાજથી વાહન ચાલકોને હાલાકી: સ્થાનિક વહીવટી ગાઢ નિંદ્રામાં 

દીવા તળે અંધારૂ.. સાંસદ તેમજ ધારાસભ્યના ગામમાં પ્રાથમિક સુવિધાથી નગરજનો વંચિત..

સિંગવડ તા.૧૪

સીંગવડ ગામમાં જ્યાં દેખો ત્યાં રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો તથા રસ્તે ચાલતા રાહદારીઓ ને પડતી મુશ્કેલીઓ સિંગવડ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ ખાતાના રસ્તામાં પીપલોદ રોડ પર કંચન ધારા પેટ્રોલ પંપથી અગાડી અને ત્યાંથી નીકળતા આગળ રસ્તા પર મોટા ખાડા પડી ગયા હોય ત્યારે આ રસ્તા ને બનાવ્યાને સાત વર્ષ જેવા થઈ ગયા હોવા છતાં રસ્તા ને નવો બનાવવા માં નહીં આવતા ગામમાં રસ્તા ઉપર જ્યાં દેખો ત્યાં મસ મોટા ખાડા પડી ગયેલા દેખાતા હોય છે જ્યારે આ ડામર રસ્તા પર ખાલી ખાડાઓ પડી જતા હોય છે તેને પૂરવામાં જ આવતા હોય છે પરંતુ આ રસ્તાને બનાવવામાં નહીં આવતા આ રસ્તા ઉપર ખાડા પડી જતા ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે જેના લીધે ખાડો નહીં દેખાતા આ ખાડામાં મોટરસાયકલ ચાલકોને અને રસ્તે ચાલતા રાહદારીઓને પડી જવાનો વારો આવ્યો છે જ્યારે રસ્તો દર પાચ વર્ષે બનાવવાનો હોય પણ રસ્તો પણ આ રસ્તો બનાવ્યા ને સાત વર્ષ જેવા થવા આવ્યા છતાં આજદિન સુધી બનાવવામાં નહીં આવતા. આ રસ્તા ઉપર જ્યાં દેખો ત્યાં મોટા મોટા ખાડા પડી જતા વાહનચાલકોને પણ નુકસાન થતું હોય છે જ્યારે ચુંદરી રોડ પર ઘી મોટા કદની ખેતી વિષયક મંડળી બહાર મોટા ખાડા પડી જતા ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા રસ્તે ચાલતાં રાહદારીઓને પાણીમાં ચાલીને નીકળવું પડતું હોય છે અને આ ખાડાઓમાં પડવાનો વારો આવતો હોય છે જ્યારે સરકારી તંત્ર દ્વારા આ ખાડાઓ પુરવાની જગ્યાએ રસ્તો બનાવવામાં આવે તો લોકોને તેની સુવિધા મળી રહે અને રાહદારીઓને પણ સવલત મળી રહે તેમ છે જ્યારે આ રસ્તા ઉપર તો મોટર સાયકલ સવાર પણ ઘણી વખત પડવાનો વારો આવ્યો છે માટે આના આગતા વળગતા અધિકારીઓને રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ છે.. અત્રે ઉલ્લેખની છે કે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ તેમના ભાઈ તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના ગૃહ ગામ સિંગવડમાં નગરવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યો છે.

Share This Article