સીંગવડ: કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે ધોરણ 10 ની રિપીટર પરીક્ષાઓ યોજાઈ..

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં ધોરણ 10ની રીપીટર પરીક્ષાઓ આજથી શરૂ થઈ                                               

 કોરોના ગાઈડલાઈન ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષાઓ યોજાઈ 

સીંગવડ તા.15

સિંગવડ તાલુકા માં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા  જી.એલ.શેઠ હાઈસ્કૂલ કન્યા વિદ્યાલય તથા પ્રાથમિક શાળા સિંગવડમાં ચાલુ કરવામાં આવી હતી. તેમા જી.એલ.શેઠ હાઈસ્કુલ તથા બીજી બધી સ્કૂલમાં પીએસસી દાસા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક પરીક્ષાર્થીઓ તથા શિક્ષકો નું તાપમાન તપાસ કરી તથા સેનેટાઈઝર કરીને વર્ગમાં બેસવા દેવામાં આવ્યા હતા જ્યારે સિંગવડ જી.એલ.શેઠ હાઈસ્કુલમાં ધોરણ 10માં 117 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.તેમાં એક રૂમમાં 20 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.સરકાર ની કોરોના ગાઈડલાઈન મુજબ પરીક્ષા ચાલુ કરવામાં આવી હતી જ્યારે રણધીકપુર પી.એસ.આઇ પટેલ દ્વારા પરીક્ષાના કેન્દ્ર પર પોલીસ તથા જીઆરડી જવાનો નો ચુસ્ત  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે રીપીટર પરીક્ષાઓ ચાલુ થતાની સાથે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ હતી

Share This Article