
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં ઇન્ડિયન ગેસ લોકોને સમયસર નહીં મળતા લોકોને હેરાન થવાનો વારો…
સીંગવડ તા.24
સિંગવડ તાલુકામાં એક મહિનાથી ઇન્ડિયન ગેસની બોટલો ટાઈમથી નહીં મળતા લોકોને તકલીફ ઉઠાવવાનો વારો જ્યારે આ ઇન્ડિયન ગેસની એજન્સી લીમખેડા હોય ત્યાંથી સિંગવડ તાલુકાના તારમી છાપરી મેથાણ વાલાગોટા કાળિયારાય વડાપીપળા મોટા આંબલીયા નાના આંબલીયા છાપરવડ કેસરપુર પીપળીયા વગેરે ગામોમાં ગેસની બોટલો આવતી હોય છે જ્યારે આ ગેસની બોટલો એક મહિનાથી રેગ્યુલર નહીં આવતા લોકોને લગ્ન સિઝન અને નોતરાની સિઝનમાં બોટલ વગર વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે આ ઇન્ડિયન ગેસ એજન્સી હવે સિંગવડ તાલુકો બન્યો હોય અને સિંગવડ તાલુકામાં આપવામાં આવે તો સિંગવડ તાલુકાના ગેસ ગ્રાહકોને સરળતાથી મળી રહે અને તેમનો ઉપયોગ કરી શકે તેમ છે જ્યારે આ ગેસ બોટલો લીમખેડા થી આવતા હોય અને ગેસ એજન્સી માં લીમખેડા તાલુકો અને સિંગવડ તાલુકાના ઘણા વધારે કનેક્શન હોય જેના લીધે આ ગેસની ગાડી સિંગવડ તાલુકાનાં ઊંડાણના ભાગ સુધી પહોંચી શકતી નથી જેના લીધે ગેસ ગ્રાહકોને છતે બોટલ વેખલા કરવાનો વારો આવતો હોય છે જો આ સિંગવડ તાલુકામાં એજન્સી વહેલી તકે આપવામાં આવે તો સિંગવડ તાલુકામાં ગેસ ગ્રાહકોને અહીંયાથી સરળતાથી મળી શકે અને છેક લીમખેડા સુધી લાંબુ થવાનો વારો નહીં આવે જ્યારે આ ઇન્ડિયન ગેસના બોટલોના ભાડા પણ ઓછા થાય અને ગ્રાહકોને પણ તેનો લાભ મળી શકે તેમ છે જ્યારે સરકાર દ્વારા ઉજ્વલા યોજના ઘણા કનેક્શન નો આપવામાં આવ્યા છે પણ ઇન્ડિયન ગેસ ના બોટલ નહીં મળતા તેમને પણ ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યારે ગેસના બોટલો ગ્રાહકોને છેક લીમખેડા સુધી ઘણી વખત લેવા જવું પડતું હોય છે જ્યારે એ બોટલો લીમખેડાથી નહીં આવતા જેના પાસે બોટલો તે બ્લેકમાં વેચતા હોય છે જ્યારે ગ્રાહકોને ઊંચા ભાવ રૂપિયા આપીને ચોપડીઓ હોય તો પણ લેવા પડતું હોય છે જો ખરેખર સિંગવડ તાલુકામાં ગેસની એજન્સી આપવામાં આવે તો આ બોટલો સહેલાઈથી મળી શકે તેમ છે જ્યારે આ ગેસની બોટલો ટાઈમથી મળે એવી સિંગવડ તાલુકાના ઉજ્વલા યોજના તથા ગેસ કનેક્શનના ગ્રાહકોની માંગ છે.