કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના પહાડ પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષક દ્વારા અધ્યાયયન નિષ્યતિ આધારિત 63 જેટલી પુસ્તિકા નું નિર્માણ કરી ભાષા કોર્નર બનાવી વિશ્વ માતૃભાષા દિવસે ખુલ્લું મુકાયું..
સિંગવડ તાલુકાના પહાડ પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષક દ્વારા અધ્યયન નિષ્યતિ આધારિત પુસ્તિકા નિર્માણ કરી ભાષા કોર્નર બનાવી માતૃભાષા દિવસે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
સિંગવડ તાલુકાના બી.આર.સી સામજીભાઈ કામોલ ના માર્ગદર્શન હેઠળ પહાડ પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક પ્રકાશભાઈ આચાર્ય તથા વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા અધ્યાયયન નિષ્યતિ આધારિત 63 જેટલી પુસ્તિકા નું નિર્માણ કરી ભાષા કોર્નર બનાવી વિશ્વ માતૃભાષા દિવસે ખુલ્લું મૂક્યું જેમાં પહાડ ગામના સરપંચ કાંતિભાઈ બારીયા આચાર્ય સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જ્યારે સંજય કુમાર વાળંદ દ્વારા માતૃભાષાની મહત્તાને ભાષા કોર્નર ની ઉપયોગીતા ની વિગતવાર સમજ આપી કાર્યક્રમની પૂર્તિ કરવામાં આવી હતી.