કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મતદાન બુથ કેન્દ્રોની મુલાકાત લેતા ચૂંટણી ઓબ્ઝર્વર તથા દાહોદ ડીડીઓ…
સીંગવડ તા.18
લીમખેડા 131 વિધાનસભા ની ચૂંટણી ને લઈને સિંગવડ તાલુકાના મતદાન મથકોના મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સચિન્દ્ર પ્રતાપસિંહ તથા દાહોદ ડીડીઓ નેહા મેડમ પ્રાથમિક શાળા ડીપીઓ સિંગવડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી
સિંગવડ પીએસઆઇ સિંગવડ મામલતદાર સ્ટાફ વગેરે અધિકારીઓ પણ તેમની સાથે હતા જ્યારે સિંગવડ તાલુકા ના કેસરપૂર 1.સિંગવડ 3 મેથાણ 4 પીપળીયા 1 મંડેર 2 સુરપુર 2 તારમી 3 સુડીયા 3 ભૂતખેડી 1 સાકરીયા 1 મલેકપુર-2 કાળિયા રાય 1 વગેરે ગામોમાં મતદાન બુથો ની મુલાકાત
લઈ રેમ્પ શૌચાલય મતદાન બુથોમાં લાઈટર ની વ્યવસ્થા બરોબર છે કે નહીં તથા બુથોની વ્યવસ્થા વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સુરપુર ગામે મતદાન બુથમાં લાઈટ નહી હોવાના લીધે લાઈટની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું..