Saturday, 20/04/2024
Dark Mode

સિંગવડ તાલુકાના છાપરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ..

August 22, 2022
        770
સિંગવડ તાલુકાના છાપરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ..

કલ્પેશ શાહ :-  સિંગવડ

સિંગવડ તાલુકાના છાપરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ..

સીંગવડ તા.22

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં નવીન પ્રા.આ.કેન્દ્ર છાપરવડ દવાખાનાના લોકાર્પણ વિધિ માં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ના ધારાસભ્ય શૈલેષ ભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારીની નેહા કુમારી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ એમ મકવાણા તાલુકા વિકાસ અધિકારી એસ એસ બારીયા ટી

એચ.ઓ મછાર, જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ રીબીન કાપીને કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસદ દ્વારા દાહોદ જિલ્લામા તમામ તાલુકાઓ ને આરોગ્યની દ્રષ્ટિએ હાઈ પ્રાયોરીટી તાલુકાઓમા સમાવિષ્ટ કરવામા આવેલ છે. સીંગવડ તાલુકો પણ આદિજાતિ વિસ્તાર છે તેમજ હાઈ પ્રાયોરીટી તાલુકામા સમાવિષ્ટ છે. તાલુકામા ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા એક સામુહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે જે થકી તાલુકાની આશરે ૧ લાખ ૩૦ હજાર ની ગરીબ આદિજાતિ જનતાને પ્રાથમિક અને રેફરલ કક્ષાએ આરોગ્ય સુવિધાઓ મળતી રહેલ છે. અત્રેના સીંગવડ તાલુકા માટે નવીન ૩ પ્રા આ કેન્દ્રો મંજુર કરવામા આવેલ છે જેના ભાગરૂપે આજરોજ નવીન મંજુર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપરવડ દવાખાનાના મકાનના લોકાર્પણ વિધિ ના કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામા આવેલ છે.અગાઉ છાપરવડ પ્રા.આ.કેન્દ્ર થકી પ્રા,આ કેન્દ્રના કાર્યક્ષેત્રમા આવતા ૮ ગામોમા ૧૪૪૦૦ ની વસ્તી ને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પુરી પાડવામા આવેલ છે. આ પ્રા.આ.કેન્દ્ર છાપરવડ ના દવાખાનાના નવિન મંજુર થયેલ મકાનના લોકાર્પણ વિધિ ના કાર્યક્રમનું આજે આયોજન કરવામ આવેલ છે, જે કાર્યાવિત થયા બાદ આ વિસ્તારની પ્રજા માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પુરી પાડનાર છે. આમ, નવીન પ્રા આ કેન્દ્ર ની સુવિધાથી ૮ ગામોની કુલ આશરે ૧૪૪૦૦ ની વસ્તીને તમામ આરોગ્ય સુવિધાઓ પછી તે બી.પી.એલ. હોય કે એ.પી.એલ., તમામને વિનામુલ્યે મળવાની છે. આ આરોગ્ય સંસ્થામા નવજાત શિશુથી માંડીને વયોવૃધ્ધ સુધીના તમામ વયના લોકોને સરકારશ્રીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ તથા રાષ્ટ્રીય કાર્યક્રમોને લાભ મળશે. સંસ્થાકીય પ્રસુતિ હોય કે રસીકરણ, જનની સુરક્ષા યોજના હોય કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, પી.એમ.જે.વાય આયુષ્યમાન ભારત યોજના,પ્રધાનમંત્રી માત્રુ વન્દના યોજના, ફેમીલી હેલ્થ સર્વે હોય કે કુટુંબ કલ્યાણ કામગીરી, કિશોરો માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હોય કે બેટી વધાવો કાર્યક્રમ, માતાઓ બાળકો અને કિશોરીઓ માટે મમતા દિવસની ઉજવણી હોય કે કુપોષિત બાળકો માટે કુપોષણ મુક્ત મહા ગુજરાત અભિયાન હોય, સકલસેલ એનીમીયા કાર્યક્રમ હોય કે અશક્ત લોકો માટે એબીલીટી ગુજરાત કાર્યક્રમ,કોરોના રસીકરણ અંગેની કામગીરી હોય,એન.સી.ડી કાર્યક્રમ અંતર્ગત કમ્યુનીટી હેલ્થ ઓફીસર ધ્વારા ડાયાબીટીસ, હાયપર્ટેસન, કેન્સર જેવા રોગોનો સ્ક્રિનીંગ હોય કે, એનીમિયા મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત કામગીરી હોય, આર.એસ.બી.વાય. યોજનાના લાભ, તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હોય કે રાષ્ટ્રીય સ્વચ્છતા મિશન, દૈનિક રોગ સર્વેક્ષણ હોય કે ભયાનક રોગચાળો હોય, મેલેરિયાનો તાવ હોય કે અન્ય ગંભીર રોગ હોય, ટીબી હોય કે રક્તપિત્ત હોય, પીવાના પાણીનું ક્લોરીનેશન હોય કે મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનું વિતરણ હોય, દવા છંટકાવ કામગીરી આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ આરોગ્ય વિષયક ઊંડી સમજ માટે ના ભવાઈ કાર્યક્રમો હોય કે બેનર, પોસ્ટર્સ, પત્રિકાઓનું વિતરણ આ તમામ જાહેર આરોગ્ય સુખાકારીનું આ નવીન અધ્યતન – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાક્ષી બનવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!