કલ્પેશ શાહ સિંગવડ
સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે રાત્રી સભા યોજાઈ.
સિંગવડ તાલુકા નાના આંબલીયા ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગ્રુપ ગ્રામ પંચાયત ની રાત્રી સભા શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે 10 6 22 ના રોજ સાંજે 7 વાગ્યે થી ચાલુ કરવામાં આવવાની હતી જેમાં અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના સમાહર્તા ડો હર્ષિત ગોસ્વામી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પ્રાંત ઓફિસર લીમખેડા સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર સિંગવડ મામલતદાર તથા સ્ટાફ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી વસાવા તથા સ્ટાફ તાલુકા હેલ્થ ઓફિસર મછાર cdpo ખેતીવાડી અધિકારી પોલીસ સ્ટાફ તથા બીજી બધી શાખાના અધિકારીઓ નાના આંબલીયા સરપંચ મહેન્દ્ર પટેલ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એન ડી પટેલ તથા સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રભારી જીવણભાઈ રાજગોર તલાટી કમ મંત્રી ગ્રામ સેવકો તલાટી કમ મંત્રી ઓ તથા ગ્રુપ ગ્રામ પંચાયત નાના આંબલીયા ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે રાત્રી સભા મા આવતા પહેલા કલેકટર તથા ddo અન્ય અધિકારીઓ દ્વારા નાના આંબલીયા ગ્રામ પંચાયતમાં થયેલા કામોની સમીક્ષા કરવા માટે ગયા હતા તેમાં ભાણપુર ગામે સરકારશ્રી તરફથી આપેલા બે કુવા ના કામો નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી નાના આંબલીયા ગામે વડાપ્રધાન આવાસ નો પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં સોચાલય નહીં બનાવેલું હોવાના લીધે કલેકટર દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી ત્યાંથી કલેકટર તથા ddo રાત્રી સભા સ્થળ પર આવી જતા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી શાળાની કન્યાઓ દ્વારા આવેલા મહેમાનો નું દીપ પ્રગટાવીને આરતી ઉતારવામાં આવી હતી ત્યાંથી કલાકારો દ્વારા નૃત્ય કરતા કરતા સભાસ્થળ સુધી મહેમાનોને લઈ જવામાં આવ્યા હતા ત્યાર પછી તાલુકા તથા જિલ્લા માંથી આવેલા અધિકારીઓ દ્વારા પોતપોતાના ખાતા ને લગતી જાણકારી આપવામાં આવી તથા માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર 8:30 વાગ્યે આવતા રાત્રી સભા કાર્યક્રમનું દીપ પ્રગટાવવાનું 8:30 વાગ્યે પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું જ્યારે આવેલા મહેમાનો નો સ્વાગત નાના આંબલીયા સરપંચ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર પછી કલેકટરશ્રી ને નાના આંબલીયા સરપંચ દ્વારા હાથમાં ભોરીયુ પહેરાવીને સાલ ઓઢાડીને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ડિડિયો મેડમ ને ગળામાં પહેરવાની સાંકળી તથા સાલ ઓઢાડીને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી જશવંતસિંહ ભાભોર ને પણ ભોરીયુ પહેરાવી સાલ ઓઢાડી બુકે આપી સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યાર પછી પ્રાંત ઓફિસર ને પણ ભોરીયુ પહેરાવી સાલ ઓઢાડી બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા બીજા આવેલા મહેમાનો પણ સાલ તથા બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી કલેકટર દ્વારા નાના આંબલીયા ગામના લોકોને પોતાના પ્રશ્ન હોય તો જણાવવા કહ્યું હતું ત્યારે ગ્રામજનો દ્વારા પણ ઘણા કામો માટે ની માંગણીઓ કરવામાં આવી હતી તેમાં નાના આંબલીયા ગામે સ્ટ્રીટ લાઈટ કરવા આરસીસી રોડ નવા બનાવવા જ્યારે ખેતીમાં જંગલી ભૂંડો દ્વારા નુકસાન થતું હોય છે તે માટે પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખેતીવાડી અધિકારી દ્વારા સરકાર દ્વારા તાર ફેન્સીંગ વાડ માટે રૂપિયા આપવામાં આવે છે તેમ જાણકારી આપવામાં આવી હતી.
જ્યારે આ કાર્યક્રમ ગ્રુપ ગ્રામ પંચાયત નાના આંબલીયા ગામ એ ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહીને તથા કાર્યક્રમ માં વ્યવસ્થા સારી રાખવામાં આવી હતી તેના લીધા કાર્યક્રમ સારું અને ખૂબ સુંદર થયો હતો