Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં અસ્થિર મગજની મહિલાને “સેવા સમાજ ટ્રસ્ટ” ખાતે સહી સલામત પહોંચાડી માનવતા મેહકાવી .

January 10, 2023
        2058
સંજેલીમાં અસ્થિર મગજની મહિલાને “સેવા સમાજ ટ્રસ્ટ” ખાતે સહી સલામત પહોંચાડી માનવતા મેહકાવી .

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

આદિવાસી પરિવાર યુવાનો દ્વારા અગાઉ પણ અસ્થિર મગજની મહિલાઓને મંદબુધ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ ખાતે સહી સલામત પહોંચાડી સેવાનું કામ કર્યું હતું.

માનવતાની સુવાસ ફેલાવી: અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા યુવાનો:આદિવાસી પરિવારના યુવાનો બે અસ્થિર મગજની યુવતીની વ્હારે આવ્યા..

માનવતાની દ્રષ્ટિએ માનવતા દાખવી સેવાની જ્યોત પ્રગટાવતા આદિવાસી યુવાનો..

સંજેલી તા.10

સંજેલી નગર ખાતે અસ્થિર મગજની બે યુવતીઓ સંજેલીમાં કડકડતી ઠંડીમાં એકલવાયું જીવન પ્રસાર કરી ગળીએ ગળીએ ભટકી રહી હતી જે વાતની જાણ સદાય હંમેશા નિઃસહાય મદદરૂપ કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા યુવાનો બે અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા હતા જય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો આદિવાસી પરિવારના નવયુવાનો દ્વારા સુલીયાત ખાતે પોલીસ મથકે કાયદાકીય પ્રોસેસ પૂર્ણ કરી બાયડ સ્થિત આવેલ મંદબુધ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ ખાતે સહી સલામત પહોંચાડી બંને અસ્થિર મગજની યુવતીની જવાબદારી ટ્રસ્ટે સંભાળી હતી, આદિવાસી પરિવારના નવયુવાનોએ માનવતાની જ્યોતને પ્રગટાવી માનવતા દાખવી હતી જેમાં માનવતાની સુવાસ ચારેકોર પ્રસરી જવા પામી હતી અને તાલુકા વાસીઓએ તેઓને કાર્યને બિરદાવી અભીનંદનનો વરસાદ કર્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!