મહેન્દ્ર ચારેલ :-સંજેલી
સંજેલી તાલુકાના માંડલીની પરિણીતાને સાસુ સસરા અને પતિએ કાઢી મૂકતાં પરણીતા પોલીસના શરણે..
માંડલી ની યુવતીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ પંચાણુ યોજાયુ હતું. તેમાં પરીણીતાને પતિએ કાંડુ પકડી અને ગાળો બોલી માર મારી હાંકી મુક્તા સાસુ સસરા તેમજ પતિ વિરોધ ફરિયાદ નોંધાઇ છે.
સંજેલી તા.08
સંજેલી તાલુકાના માંડલી બામણીયા પરિવારની બેન ના લગ્ન નારીયાની મુવાડીના રણધીરભાઈ ચંદાણા જોડે 2011માં થયા હતા. જે બાદ પુત્રને જન્મ આપ્યો હતો જેને વાયરલ ઇન્ફેક્શન તેમ જ હાર્ટની બીમારીને કારણે અવાર નવાર દવાખાને જવું પડતું હતું. જેથી પરણીતા ને સાસુ- સસરા અને પતિ મેણાટોણા મારી અને પિયરમાં રહેવા દેતા ન હતા. અંતે પુત્રનું 2018માં નિધન થયું હતું. જે બાદ જે મરણની ક્રિયા પૂર્ણ થતા જ પરણીતા ને પતિ, સાસુ અને સસરા દ્વારા ત્રાસ આપતા હતાં. પરીણીતાના માતાને બોલાવી તારી છોકરીને છૂટાછેડા આપેલ છે, તું અહીંથી લઈ જા તેમ કહી તેને તગેડી મૂકી હતી. જે બાદ અવારનવાર પંચ રાહે નિકાલ કરવા છતાં પણ નિકાલ ન થતા બે દિવસ અગાઉ માંડલીના સાદડ ખાતે પંચો રૂબરૂ નિકાલ માટે બેઠા હતા. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીનુ કાંડુ પકડી આજે પણ રાખવી નથી કાલે પણ રાખવી નથી, તું મને ગમતી નથી છૂટાછેડા પણ આપવા નથી, થાય તે કરી લેજે તેમ કહી મારઝુડ કરી અને સાસુ અને સસરાએ જો તું પરત ઘરે આવી આવીને પગ મૂક્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ફરિયાદના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જાણવા મળ્યું છે