કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના કરંબા ગામેથી ગૌરક્ષકોની ટીમ તેમજ સ્થાનિક પોલીસે કતલ થયેલ એક ગૌવંશ તેમજ બે અન્ય પશુઓને કતલ કરતા બચાવી લેવાયા…
સંજેલી તા.23
સંજેલી પોલીસ તેમજ ગૌરક્ષક દળ ટીમ લીમડીના સંયુક્ત ઓપરેશનથી કતલ કરાવતા બે ગૌવંશને બચાવી લેવાયા હતા. તેમજ એક ગૌવંશનું ક્રૂરતા પૂર્વક મારી અને સગેવગે કરનાર ભાગતા એક આરોપીને સ્થાનિક પોલીસ તેમજ ગૌરક્ષકોએ ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.
કરંબા ગામના છાયણ ફળિયામાંથી ગાયો સહિતના પશુઓની ક્રૂર રીતે કતલ કરતી હોવાની ગૌરક્ષા દળ લીમડીના કાર્યકર્તાઓને બાતમી મળી હતી.ત્યારબાદ બાતમી આધારે તાત્કાલિક ગૌ પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં સંજેલી તાલુકાના કરંબા ગામના જંગલડુંગરાળ વિસ્તારમાં તળાવ પાસેના એક મકાનમાંથી ગૌરક્ષકો દ્વારા કતલ થયેલ એક ગૌ માસ તેમજ અન્ય બે જીવિત ગૌવંશ જોવાતા ચોકી ઉઠયા હતા.જોકે ઘટના સંબંધે સંજેલી પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે સંજેલી પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો .ત્યારે ગૌરક્ષક સહિતના કાર્યકર્તાઓ તેમજ પોલીસે સંયુક્ત રીતે મળી અને ત્યાં ઉભેલા પશુ હત્યારાઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ગૌરક્ષકોને એક આરોપીને ઝડપી પાડવામાં મળી હતી સફળતા . તેમજ અન્ય આરોપી ભાગવામાં સફળ રહ્યા હતા.સંજેલી પોલીસ સહીત ગૌરક્ષકો દ્વારા જીવિત પશુઓ તેમજ કપાયેલ ગૌમાસને સંજેલી પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું.ઘટના અંગે સાંજે નગરમાં વાત વાયુ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા સંજેલી પોલીસ મથકે ભેગા થયા હતા.ત્યારે આવા ક્રૂર આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવા ની પણ ગૌરક્ષકો સહિતના સહુ ગૌ પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે .પોલીસ પ્રશાસનના સહકાર બદલ સૌ કોઈએ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.