કપિલ સાધુ, સંજેલી
સંજેલી તાલુકાની અણીકા મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લા પતરાના સેડ નીચે બેસી અભ્યાસ મેળવવા મજબૂર બન્યા.
જર્જરિત ઓરડા તોડી પડાતા ત્રણ માસથી બાળકો ખૂલ્લા શેડ નીચે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે.
સંજેલી તાલુકાના અણીકા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ખૂલ્લા પતરા ના શેડ નીચે ધોરણ 3 થી 4 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવવા મજબૂર બન્યા.વહેલી તકે ઓરડા બનાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ ઉઠવા પામી છે
ભણશે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાત ના સુત્રો ગજવી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે પરંતુ શાળાના જર્જરીત ઓરડા તોડી પાડવા ની મંજુરી બાદ બાંધકામની મંજુરી ન મળતા કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જાણે જર્જરિત ઓરડાઓ ને તોડી પાડવાની તેમજ બાંધકામ મંજુરી માટેની ફાઇલો અભરાઈએ ચડી હોય બાંધકામની મંજુરી ન મળતા સંજેલી તાલુકાના અણીકા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 8ના 251 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે શાળામાં જુના ઓરડા જર્જરિત થતાં વહીવટીતંત્ર દ્વારા ઓરડા તોડી પાડવાની મંજુરી આપવામાં આવી હતી જે ઓરડા તોડી પાડવામાં આવ્યાં હતાં.તોડી પાડવાની મંજૂરી મળ્યા બાદ બાંધકામની મંજુરી ન મળતા છેલ્લા ત્રણ માસથી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓ ખુલ્લા પતરા ના સેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે પરીક્ષાઓ પણ શરૃ થઈ ગઈ છે દિવાળી વેકેશન બાદ શિયાળુ સત્ર પણ શરૂ થવાનું છે શિયાળાની ઠંડકમાં બાળકોને ખુલ્લામાં બેસી અને અભ્યાસ ના કરવો પડે તેથી વહેલી તકે તંત્ર દ્વારા નવા ઓરડા મંજુર કરી અને બાંધકામ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ ના વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.
સંજેલી તાલુકાના અણીકા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જર્જરિત ઓરડા તોડી પાડ્યા બાદ તેનુ બાંધકામ શરૃ ન કરાતા હાલ બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે હાલ ચોમાસાની સાથે સાથે પરીક્ષા ચાલી રહી છે છતાં પણ બાળકો ખુલ્લામાં બેસી અને પરીક્ષા આપી રહ્યાં છે.વહેલી તકે નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ છે.અણીકા ગામના જાગૃત નાગરિક .
કાળુભાઈ રાવત .