
કપિલ સાધુ, સંજેલી
સંજેલીમાં શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ….
સંજેલી તા.17
સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલી યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી સ્કૂલમાં તારીખ 17 સપ્ટેમ્બર 2022ના રોજ રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 17 સપ્ટેમ્બર ના રોજ જન્મ દિવસ નિમિતે યુવાઓમાં અને વિદ્યાર્થીઓમા રહેલી કલાનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માધ્યમથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.અને રંગોળી પૂરીને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે શ્રી શ્રધ્ધા વિદ્યાલય સ્કૂલના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા રંગોળી સ્પર્ધામાં એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી શ્રધ્ધા વિદ્યાલય સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા…