કપિલ સાધુ, સંજેલી
સંજેલી તાલુકાની સરોરી પ્રાથમિક શાળાના સંચાલક ની નિમણુંક રદ.
મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા બાળકો ભૂખ્યા પેટે ઘર જઈ અને વાલીઓને જાણ કરી હતી.
મધ્યાહન ભોજન કેન્દ્ર દ્વારા બાળકોને ભોજન આપતા પહેલા શાળાની સમિતિ અને સ્ટાફ દ્વારા ભોજન ચાખવાનું હોય છે તેમજ ચેક કરવાનું હોય છે તેમજ જથ્થો પૂરતો છે કે કેમ અને મેનું પ્રમાણે ભોજન આપે છે કે કેમ તેની દેખરેખ રાખવામાં આવતી હોય છે જવાબદારોની નિષ્કાળજી થી સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં જીવાત નીકળતા બાળકોને ભુખ્યા પેટે ઘરે જવું પડ્યું હતું.
સંજેલી તાલુકાના સરોરી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા બાળકો ભૂખ્યા પેટે ઘરે જઇ વાલીઓને જાણ કરતા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા આચાર્યને જાણ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો .તપાસ માં સાફસફાઇ સહિતની ગેરરીતિ બહાર આવતા સંચાલકની નિમણૂક રદ કરી દેવામાં આવી.
સંજેલી તાલુકાના સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ના રાંધેલા ભોજનમાં નાની મોટી જીવાત નીકળતા બાળકો ભૂખ્યા પેટે ઘરે ગયાં હતાં અને રાંધેલા ભોજન જીવાત હોવાનું વાલીઓ ને બતાવતા વાલીઓ શાળા ખાતે દોડી આવ્યાં હતાં અને આચાર્ય ને જાણ કરતાં આચાર્ય એ સંચાલકને સાફસફાઈ બાબતે કડક સુચના આપી હતી બનાવ સંદર્ભે જિલ્લા તાલુકાના અધિકારીઓ સરોરી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા આચાર્ય સંચાલક અને વાલીઓનો જવાબ લેવામાં આવ્યો હતો જે બાદ સંચાલકની સાફ સફાઈ બાબતે ગંભીર બેદરકારી ઘઉં ચોખા દાળ ચણા તેલ માં બહુ જ ઘટ્ટ અને રેકર્ડ નિભાવેલ નથી વેજીટેબલ ખીચડી કાચી અને મેનુ પ્રમાણે નાસ્તો પણ આપવામાં આવતો નથી સંચાલક ની ભોજન બનાવવામાં નિષ્કાળજી અને બેદરકારી ને ધ્યાને લઇ સંચાલક નિસરતા કાંતાબેન રણછોડભાઈ ની નિમણૂક રદ કરી અને અણીકા ફળીયા વર્ગ કેન્દ્રના સંચાલક બામણિયા નવલસીંગભાઇ ને ચાર્જ સુપરત કરવાનો સંજેલી મામલતદારે હુકમ કરતા સંજેલી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના લે ભાગુ સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.