કપિલ સાધુ :- સંજેલી
આમ આદમી પાર્ટીના જયેશ સંગાડાની ટીમ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું .
સંજેલી તાલુકાના હીરોળા ગામના રહેવાસી આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ ભાઈ સંગાડાની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું
સંજેલી તા.10
આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા ઉપપ્રમુખ રમસુભાઈ હઠીલા ના નેતૃત્વમાં આપ સિંગવડ તાલુકા પ્રમુખ શૈલેષ ભાઈ હઠીલા ના માર્ગદર્શનથી આપ સિંગવડ ટીમ દ્વારા આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ ભાઈ સંગાડા ની ઉપસ્થિતિમાં સિંગવડ તાલુકાના તારમી અને છાપરી ગામ માં 500 માસ્ક વિતરણ કર્યું અને રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવવા આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલવામાં આવતું રસીકરણ બિલકુલ સુરક્ષિત છે કોરોના મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે એક માત્ર હથિયાર રસીકરણ છે બે ડોઝ રસીના ભાગશે કોરોના , ની માહિતી ગ્રામજનોને આપી રસીકરણ માં પ્રત્યેક 18 વર્ષથી ઉપરના ગ્રામજનોને રસી લેવા પ્રેરણા આપી હાલ મહામારીમાં રાજકરણ બાજુમાં રાખી આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને ખડેપગે સાથ સહકાર આપવા તૈયારી દર્શા વી હતી .