રાજેશ વસાવે :- દાહોદ
સંજેલી તાલુકાના ચમારીયા ગામે ડાકણ હોવાના વહેમે દંપતી પર સાત ઈસમોનો હુમલો:પોલીસ ફરિયાદ નોંધાઇ..
દાહોદ તા.03
સંજેલી તાલુકાના ચમારીયા ગામે એક મહિલા સહીત ચાર ઈસમોએ તેમનાજ ગામની મહિલા પર ડાકણ હોવાના વહેમ રાખી દંપતી જોડે ગદડાપાટુનો માર મારી મહિલાના પતિને કુહાડીની મૂંદર વડે હુમલો કર્યાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના ચમારીયા ગામના મંદિર ફળિયાના રહેવાસી દક્ષાબેન ભરતભાઈ સેલોત ઉપર ડાકણ હોવાનો વહેમ રાખી તેમનાજ ગામના વિજય ફુલસિંગ સેલોત,રાજુ જાલાભાઇ સેલોત,પ્રકાશ ફુલસિંગ સેલોત, કૈલાસ બેન રાજુભાઈ સેલોતનાઓએ ભેગા મળી દંપતિના ઘરે આવી તું અમારા પિતાને ખાઈ ગઈ છે. તું ડાકણ છે.તેવો વહેમ રાખી દંપતીના ઘરે આવી ગદડા પાટુનો માર માર્યો હતોતેમજ વિજય ફુલસીંગ સેલોતે દક્ષાબેનના પતિ ભરતભાઈને કુહાડીની મૂંદર મારી લોહીલુહાણ કરી નાસી ગયા હતા.
આ બનાવ સંદર્ભે દક્ષાબેન ભરતભાઈ સેલોતે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.