
કપિલ સાધુ :- સંજેલી
દેશના ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે સંજેલી બસસ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
સંજેલી તા.07
સંજેલી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત પામેલ 3 પ્લેટ ફોર્મ ધરાવતા સંજેલી બસસ્ટેશનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમ અંતર્ગત 7 ઓગસ્ટને વિકાસ દિવસ સમર્પિત કરવામાં આવ્યો હતો તે અવસરે 1 કરોડ 64 લાખના ખર્ચ તૈયાર થયેલ બસસ્ટેશનનું દેશના ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કર્યું હતું
#Paid pramotion
Contact us :-The New Achiever Prescience School
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1 કરોડ 64 લાખના ખર્ચે નિર્માણધીન પામેલ બસસ્ટેશનું શુભારંભ કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી પ્રજા અને મુસાફરો ઉદ્દઘાટનની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે આતુરતાનો અંત આવ્યો હતો ધારાસભ્ય દ્વારા રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો
મુકવામાં આવ્યો હતો દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય, રમેશભાઈ કટારા જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઇ અમલીયાર , જિલ્લા મંત્રી રુચિતા બેન રાજ ,તાલુકાના હોદ્દેદારો, સરપંચો, જિલ્લા,તાલુકા સભ્યો,અધિકારીગણ,મહાનુભાવો,હાજર રહ્યા હતા