મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ગ્રામ્ય વિસ્તારમાં સવાર સાંજ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મોતની મુસાફરી.
સંજેલી તાલુકામાં અભ્યાસ માટે પ્રાઇવેટ વાહનમાં જીવના જોખમે શાળામાં આવતા વિદ્યાર્થીઓ.
શિક્ષણ થકી વૈજ્ઞાનિકો ચાંદ પર પહોંચી ગયા અને આદિવાસી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં જવા st બસ ન મળતા છકડોમા લટકાઈને ભણવા જવા મજબૂર બન્યા..
સંજેલી તા.04
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકો આદિવાસી બાહુલય વિસ્તાર ધરાવતો તાલુકો છે જેમાં સંજેલી તાલુકાના 56 જેટલા ગામડાઓમાં હજારો વિદ્યાર્થીઓ સંજેલીમાં અભ્યાસ કરવા માટે જીવના જોખમે પ્રાઇવેટ વાહનોમાં જીપ, છકડોમા લટકાઈને ઉપર બેસીને જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે.
સંજેલી તાલુકામાં શાળામાં અભ્યાસ કરવા માટે ૨૦ થી ૨૫ કિ.મી દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો ને સવાર સાંજ એસટી બસની સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનનો જીપ કે ચગડોમાં બેસવા મજબુર બનતા હોય છે. એક તરફ સરકાર શિક્ષણ માટે પ્રવેશોવ સારુ શિક્ષણ મળે છે કે નહીં એની ચકાસણી માટે ગુણોત્સવ જેવા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને કાર્યક્રમો કરે છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે વાહનની વ્યવસ્થા ન મળતા જીવનના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શિક્ષણ ની ભુખ સંતોષવા માટે જીવ જોખમેં સવાર સાંજ બે વખત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મોતની મુસાફરી કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એસટી બસની સવાર શાળાના ટાઈમ પર અને સાંજના શાળા છૂટવાના ટાઈમ પર એસટી બસ વ્યવસ્થા કરવામાં આવે તેવી સંજેલી તાલુકાના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.