ઝરીબુઝર્ગમાં આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને મનાવવા દેડકી બોલાવવાની અનોખી પરંપરા મનાવી મેઘરાજા ને મનાવવા નો પ્રયાસ કરાય છે.
વરસાદ ખેચાતા દાહોદ જિલ્લાના ખેડૂતો ચિંતીતિ બન્યા છે
દાહોદ તા. ૪
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે અને જિલ્લા ના આદિવાસી સમાજ માં અલગ અલગ પરંપરા ઑ જોવા મળતી હોય છે ખાસ કરી ને દાહોદ જિલ્લા ના આદિવાસી સમાજ માં મુખ્યત્વે ચોમાસા આધારિત ખેતી ઉપર નિર્ભર રહેતા હોય છે ત્યારે વરસાદ ખેચાય તો અલગ અલગ રીતે મેઘરાજા ને મનાવવાના પ્રયાસ થતાં હોય છે એવી જ એક પરંપરા એટ્લે દેડકી બોલાવવાની પરંપરા હાલ ચોમાસા નો પ્રારંભ થયા બાદ ખેડૂતો એ મકાઇ ઘઉં સહિત ની ખેતી કરી લીધી અને હાલ પાક પાકવાને આરે છે ત્યારે છેલ્લા એક મહિના થી વરસાદે વિરામ લેતા ખેડૂતો ને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ગરબાડા તાલુકા ના ઝરીબુઝર્ગ ગામના ખેડૂતો એ મેઘરાજા ને રીઝવવા માટે દેડકી બોલાડવાની પરંપરા ઉજવી હતી
દેડકી બોલાવવાની પરંપરા એટ્લે ગામલોકો એકઠા થઈ સાધુ બની ને ગામમાં નીકળે છે અને ઘરે ઘરે થી સાધુ ની જેમ ભિક્ષા માંગે છે ગામલોકો લોટ, દાળ, છાણાં તેલ જેવુ સીધું સામાન આપે છે અને સામાન એકઠો કરી ને ગામ ના પાદરે મંદિર ના પટાંગણ માં જાય છે જ્યાં લોટ માથી દેડકી બનાવવામાં આવે છે અને એક થાળ માં દેડકી મૂકી તેના ઉપર માટલી ઢાંકી દેવામાં આવે છે અને દેડકી ને તિથી પ્રમાણે વરસાદ ની આગાહી પૂછવામાં આવે છે ત્યારે આ દેડકી માતા વરસાદ આવવાનો સંકેત આપે છે અને ગામ માથી ભિક્ષા સ્વરૂપે ઉઘરાવેલા સીધું સામાન થી દાળ પાનિયા બનાવી ખાવા માં આવે છે વરસાદ ખેચાય છે ત્યારે ખેડૂતો આસ્થા અને શ્રધ્ધા સાથે આ પરંપરા મનાવે છે અને લોકો આસ્થા છે કે આ પરંપરા થી અવશ્ય વરસાદ આવે છે પ્રાચીન સમય થી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે.