મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં સજ્જડ બંધના સમર્થનના આવેલાં વેપારીઓને આદીવાસી પરિવારે ફૂલ આપી સ્વાગત કર્યું.
સંજેલી માંડલી સહિતના ગામોમાં સંપૂર્ણ રીતે બંધ રાખી અને બંધને સમર્થન આપ્યું હતું.
આભાર વ્યક્ત કરતા સમસ્ત આદિવાસી પરિવાર દુકાને દુકાને જઈ ફૂલ આપ્યું.
સંજેલી તા.૨૪
મણિપુરની ઘટનાના અનુસંધાનમાં સમસ્ત ગુજરાત રાજ્યમાં આદિવાસી પરિવાર દ્વારા અને અન્ય સંગઠનો દ્વારા મણિપુર આતંક અને મૂત્ર વિસર્જન તેમજ ucc કાયદા વિરૂદ્ધ સમસ્ત મુદ્દાઓ ધ્યાને લઈ 23મીને રવિવાર ના રોજ બંધ ગુજરાતનું એલાન આપવામાં આવ્યું હતું સંજેલી માંડલી સહિતના ગામોમાં સંપૂર્ણ રીતે બંધ રાખી અને બંધને સમર્થન આપ્યું હતું નાના મોટા તમામ વેપારીઓ વાહન
વ્યવહાર શૈક્ષણિક ક્લાસિસો નાના ધંધાદારીઓ અલગ અલગ સમાજના મિત્રોએ તથા શાસન પ્રશાસન મિત્રોએ બંધના એલાન ને સાથ સહકાર આપીન મણિપુરની ઘટનાના સખત રીતે વખોડી કાઢી હતી દરેક મિત્રોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા તે બદલ સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા નાના મોટા વેપારીઓ વાહન ચાલકોને હાથમાં ફૂલ આપી આભાર વ્યક્ત કરી અભિનંદન સાથે જય ગુરુ જય જોહર અભિવાદન કર્યું હતું.