મહેન્દ્ર ચારેલ : – સંજેલી
બિપોર જોય ઈફેક્ટ…સંજેલીમા દિવસભર આકાશ વાદળો અને સૂર્ય વચ્ચે આખા દિવસ સંતાકુકડી તેમજ ભારે પવનો ફૂંકાતાં ગરમીથી આંશિક રાહત.
સંજેલી તા.15
વાવાઝોડાની અસરના પગલે સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત જિલ્લામાં આખો દિવસ ધીમીધારે પવનના સુસ્વાટા ચાલ્યો હતો. સાથે આ આકાશમાં વાદળો અને સૂર્યની સંતાકુકડીને કારણે ક્યારેક ક્યારેક વાતાવરણ વાદળછાયુ થયેલું જોવા મળ્યુ હતું. પરંતુ સતત રહેલા પવનોએ તેની તિવ્રતા ઘટાડી હતી. સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરમાં પણ પવન સાથે વરસાદ પડી શકે તેવી આગાહીથી ખેડુતોમાં ચિંતાનું વાતાવરણ. બપોરના સમયે ચોમાસા જેવો બફારો અનુભવાયો હતો. વહેલી સવારથી જ આખો દિવસ પવન અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું.