મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં રસ્તાની કામગીરીથી પંથકવાસીઓ થાક્યા.. મંથન ગતિએ ચાલતા નિર્માણાધીન રસ્તા પર પાણીનો છટકાવ ન કરાતા ધૂળની ડમરીઓ ઉડતા દુકાનદારોમા રોષ.
સંજેલીમા અધૂરા રસ્તાની કામગીરી કરી લોખંડના સળિયામા બાઈક ચાલક ફસાતા ઘાયલ.
અવાર નવાર બાઇક ચાલકો અને રાહદારીઓ આ રસ્તામાં અટવાઈને અકસ્માત ભોગ બનતા હોય છે.
કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ.
સંજેલી તા.21
સંજેલી માં મંજુર થયેલા રસ્તાની કામગીરી છેલ્લા દસ દિવસથી અધૂરી છોડી દેવાતા રોડ પર મુકેલા લોખંડના સળિયામા બાઈક ચાલક ફસાયો હતો. રસ્તે પાણીનો છટકાવ ન કરાતા દુકાનદારો વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. સંજેલી નગરમાં પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે એક વર્ષ અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ મંતર ગતિએ કામ ચાલી રહ્યું છે મામલતદાર કચેરીથી શરૂ કરેલો રસ્તો લગભગ દસ દિવસ થી જુના બસ સ્ટેશન પાસે આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે આવીને બંધ કરી દેવામાં આવ્યો છે રોડ પર જ લોખંડના સળિયા ખુલ્લા મુકી દેતા વાહન ચાલકો રસ્તો લોખંડના
સળિયા કૂદાવિને પછી પસાર થવા મજબૂર બન્યા હતા કેટલાક બાઈક ચાલકો અને રાહદારીઓ આ રસ્તામાં અટવાઈને પણ અકસ્માત ભોગ બની રહ્યો છે. રસ્તા ઉપર પાણીનો છટકા પણ કરવામાં આવતો નથી જેના કારણે રસ્તા પર દૂળની ડામરીએ ઉડવા લાગી છે અને આસપાસના ફળ-ફળાદી અને શાકભાજી તેમજ અન્ય દુકાનદારોને ધંધા પર માઠી અસર પડી રહે છે નુકસાની પણ વેઠવી પડી રહી છે રસ્તા પરથી પસાર થવા માટે ડ્રાઇવર્ઝન કે વાહન ચાલકો માટે યોગ્ય રસ્તો કર્યા વિના જ મંતર ગતિએ કામ કરી રહેલો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં કરવામાં આવે તેવી સંજેલી નગરવાસીઓની માંગ ગોઠવા પામે છે.