Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અપૂરતો તેમજ બગડી ગયેલો અનાજ ગરીબ કાર્ડ ધારકોને આપી દાદાગીરી કરતા હોવાની બૂમો ઉઠવા પામી.

April 29, 2023
        5369
સંજેલીમાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અપૂરતો તેમજ બગડી ગયેલો અનાજ ગરીબ કાર્ડ ધારકોને આપી દાદાગીરી કરતા હોવાની બૂમો ઉઠવા પામી.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલીમાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અપૂરતો તેમજ બગડી ગયેલો અનાજ ગરીબ કાર્ડ ધારકોને આપી દાદાગીરી કરતા હોવાની બૂમો ઉઠવા પામી.

તંત્રની મિલી ભગત હોય તેમ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી:કુપનમાં ભળવાયેલો જથ્થો ઓછો આપી ઉપરથી દાદાગીરી

સંજેલી સસ્તા ભાવની દુકાનના સંચાલકે અનાજનો જથ્થો ઓછો આપતા ગ્રાહક સાથે છેતરપિંડી  કરવામાં આવી હોવાના આક્ષેપો…

સંજેલી તાલુકામાં સરકારી દુકાનોમાં ઓચિંતી રેડ પાડી જથ્થો સહિતની ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ.

તંત્ર દ્વારા સરકારી દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખ આડા કાન તે જોવાનું રહ્યું.

સંજેલી તા.29

સંજેલી ખાતે આવેલ વ્યાજબી ભાવના સંચાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં દુકાનદારે લાભાર્થીને જથ્થો ઓછો આપી ગ્રાહકને ખખડાવી જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કર અત્યારે જ મામલતદારને મારી કંમ્પ્લેઇન કરતો આવ મને કોઈનો ડર નથી જેવા શબ્દોના ઉચ્ચારતા સંજેલી સરકારી સસ્તા ભાવના સંચાલક દ્વારા ગ્રાહક જોડે અશોભનીય વર્તન કર્યું હોય તેવી બૂમો ઊઠવા પામી છે 

સંજેલી ખાતે આવેલી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સસ્તા ભાવની દુકાનો સરકાર દ્વારા કાર્યરત છે જેમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સસ્તા ભાવે ઘરવખરીનું સામાન મળી રહે તે માટે ખોલવામાં આવી.જેથી પ્રજાને આંશિક રાહત મળી રહે તે સસ્તા ભાવની દુકાને ભાવ,સહિત જથ્થો અને દર નિયત કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે.નિયમો તો સસ્તા ભાવના સંચાલકો પોતાના ખિસ્સામાં મૂકી નિયમોની એસી તેસી કરી કરી નાખે છે સંજેલી ખાતે આવેલ સસ્તા ભાવની દુકાને સંચાલક અરવિંદભાઈ પીઠાયા દ્વારા કુપન કરતા પણ ગ્રાહકને અનાજનો જથ્થો ઓછો આપતા ગ્રાહકે જથ્થો કુપન પ્રમાણે કેમ આપતા નથી તેવું કહ્યું ત્યારે સંચાલકતો દાદાગિરી પર ઉતરી આવ્યા જથ્થો ઓછો મળશે,લેવો હોઈ તો લ્યો, તારે રજુઆત કરવી હોય જા હમણાંજ મામલતદાર ને મારી રજુઆત કરી આવ તંત્ર ની મિલી ભગત હોય તેમ ખુલ્લી દાદાગીરી, સસ્તા અનાજની દુકાનદાર સહેજ પણ નિયમનું પાલન કર્યા વિના બિન્દાસ્ત પણે ગ્રાહક સાથે બોલાચાલી કરી રોફ જમાવતા જોવા મળ્યા હતા. જેના પગલેે થોડીક ક્ષણો ગ્રાહક અને સંચાલક સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી, અનેકવાર ગ્રાહકો દ્વારા દાહોદ લાઈવ ન્યુઝ ચેનલ, મામલતદાર,અને પુરવઠા મામલતદારને રજુઆત કરવામાં આવી છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહી છે ત્યાારે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએની ગ્રાહકોની લાગણી અને માંગણી છે. જોકે સરકારી દુકાનોમાં ઓચિંતી રેડ પાડી કડડમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે. જથ્થો ઓછો મળતા પુરવઠા મામલતદાર નો સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!