સંજેલી નગરમાં નળ સે જળ યોજના શોભાના ગાંઠીયા સમાન.
સંજેલી નગરની પ્રજાને ટેન્કરો દ્વારા રોજનું 100₹ પીવાનું પાણી લેવા મજબૂર બન્યા.
તંત્ર દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવે તેવી સંજેલી નગરની પ્રજાની માંગ
સંજેલીમાં નલ સે જલ યોજનાં ના બિલના નાણાં સ્થગિત કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ.
સંજેલી ગામ માં નલ સે જળ યોજના માં અધૂરી કામગીરી કરીને ફાઈનલ બિલ લેવાની તજવીજ હાથ ધરતા કોન્ટ્રાક્ટર સામે સંજેલી પાણી સમિતિ એ બિલ રોકવા જિલ્લા કક્ષાએ અરજી કરતા ચકચાર મચી જવા પામી.
સંજેલી નગર ના 10 જેટલા વિસ્તારોમાં નલ સે જલ ની પાઇપ લાઈન પણ નખાઈ નથી.
સંજેલી તા.20
સંજેલી નગરમાં નલ સે જલ યોજના ની કામગીરી છેલ્લા દોઢેક વર્ષ પહેલાં ચાલુ કરવામાં આવી હતી.સમગ્ર ગુજરાત રાજ્ય માં રાજ્ય સરકાર દ્વારા લોકો ને ઘરે ઘરે પાણી પહોચાડવા નો સંકલ્પ લીધો હતો ત્યારે સંજેલી નગર માં પણ આ યોજના અંતર્ગત લોકોને ઘરે ઘરે પાણી પહોચાડવા માટે ની નલ સે જલ યોજના ચાલુ કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત નગરમાં કોન્ટ્રાકટર દ્વારા જ્યાં મન ફાવે ત્યાં રસ્તા ની વચ્ચો વચ્ચ ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. અને પાઇપ લાઈન નાખવામાં આવી હતી.થોડો સમય કામગીરી ચાલી પણ રસ્તાની વચ્ચે પાઇપો દબાવી ને કોન્ટ્રાકટર પચાસ ટકા જેટલી રકમ લઈને જતો રહ્યો હતો હાલમાં નલ કનેક્શન ની પાઇપો રસ્તા માં ચાલતા વાહનો ની નીચે દબાઈ ને તૂટી જવા પામી છે.અને 10 જેટલા ફળિયાઓ માં કોઈ પણ જાત ની પાઇપ લાઈન નાખવામાં આવી નથી. સંજેલી પંચાયત દ્વારા પહેલાં પાણી આપવામાં આવતું હતું તે પણ અમુક વિસ્તારો માં પાઇપ લાઈનો કાપી નખાતા પાણી આવવા નું બંધ થઈ ગયું છે ત્યારે સ્થાનિકો એ ટેંકરો દ્વારા વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે. હાલ માં કોન્ટ્રાકટર દ્વારા બાકી ના નાણાં માટે જિલ્લા કક્ષા તેમજ પંચાયત ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે સંજેલી નગર માં ૮૦ ટકા જેટલી નલ સે જલ ની કામગીરી પૂર્ણ કરી છે તો અમારા બાકી નીકળતા નાણાં અમને આપવામાં આવે.આ પત્ર ના અનુસંધાન માં પંચાયત બોડી તેમજ પાણી સમિતિ દ્વારા જિલ્લા કક્ષા એ આ કોન્ટ્રાકટર ને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ના કરે ત્યાં સુધી કોઈ પણ જાતના બિલ ના મંજુર કરવા પત્ર લખવામાં આવ્યો છે.સરકાર ની આ યોજના સંજેલી નગર માટે ખોરંભે ચઢી હોય તેમ જણાય આવ્યું છે.નગર જનોની માંગ એવી છે કે સરકારી અધિકારીઓ દ્વારા અધૂરું કામ મૂકી ને ચાલી ગયેલા કોન્ટ્રાકટર પર કડક પગલાં ભરવામાં આવે અને નલ સે જલ યોજન ની અધૂરી રહેલ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેમ જનતા ઈચ્છી રહી છે.