સંજેલી કુમાર શાળામાં સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજાયો.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ, સંજેલી

 

 

સંજેલી કુમાર શાળામાં સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજાયો.

 

તાલુકા કુમાર શાળા ખાતે 76 યુવાઓએ ભાગ લીધો જેમાં 42

યુવાઓની પસંદગી કરાઈ.

 

પગાર વધારો,પ્રમોશન,પી.એફ. ઈ.એસ.આઈ, ગ્રેજ્યુએટી મેડિકલ સુવિધા બોનસ સુવિધા આપવામાં આવશે.

સંજેલી તા.18

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા કુમાર શાળા ખાતે સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં 76 યુવાઓએ ભાગ લીધો જેમાં 42 યુવાઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય સુરક્ષા કાર્ય ક્ષમતા નવી દિલ્હી અને સિક્યુરિટી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડ તેમજ સિક્યુરિટી અધિકારીનું ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ શનિવારના રોજ તાલુકા કુમાર શાળા સંજેલી ખાતે ભરતી યોજાઈ હતી જેમાં 76 યુવાઓએ ભાગ લીધો હતો અને 42 યુવાઓની પસંદગી કરવામાં આવી પસંદગી પામનાર યુવાઓને પગાર ઉપરાંત પગાર વધારો પ્રમોશન પી.એફ.ઈ.એસ ગ્રેજ્યુએટી મેડિકલ સુવિધા બોનસ સુવિધા આપવામાં આવશે..

Share This Article