
મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી તાલુકામાં આંગણવાડી વર્કર તેમજ તેડાઘર પોતાના ઘરે કેન્દ્ર ચલાવતા હોય તો સ્થગિત કરવા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સૂચના.
સંજેલી તાલુકા ની 137 કેન્દ્રોમાંથી 8 જેટલી આંગણવાડી કેન્દ્રો વર્કરના તેમજ તેડાઘરના ઘરમાં ચાલે છે.
સંજેલી ICDS કચેરી ખાતે આંગણવાડી કાર્યકરની મીટીંગ યોજાઇ.
સંજેલી icds કચેરી ખાતે જિલ્લા કક્ષાની ટીમ દ્વારા આંગણવાડી કાર્યકરના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી.
સંજેલી તાલુકા ની 137 આંગણવાડી કેન્દ્ર આવેલા છે.
સંજેલી તા.15
સંજેલી તાલુકા ની ICDS કચેરી ખાતે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાલુકાની 137 આંગણવાડી કાર્યકર બહેનોની મીટીંગ યોજાઇ હતી જેમાં સચોટ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન કરવામાં આવેલ તેમજ આંગણવાડી કાર્યકર માંથી મુખ્ય સેવિકા બઢતી આપવા માટે તમામ કાર્યકર બહેનોના જિલ્લા કક્ષાની ટીમ દ્વારા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ કામ ચલાવ પ્રવર્તતા યાદી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાલુકાની આંગણવાડી વર્કર તેમજ તેડાઘરના પોતાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ સ્થગિત કરવા માટે સુચના આપવામાં આવી હતી.