મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી તાલુકાના ડુંગરા ખાતે વાવાઝોડું અને વરસાદને કારણે બીજા દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું.
સંજેલી તાલુકાના ડુંગરા મુકામે ડીજેના તાલે હોળી દહન.
સંજેલી
દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો ભણવામાં આવે છે અને આદિવાસીનો મુખ્ય મોટો તહેવાર ઓળી ગણવામાં આવે છે.સંજેલી તાલુકાના ડુંગરા ગામે હોળીના દિવસે જ પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થતા હોળી નો મોકુફ રખાઈ હતી.
સંજેલી તાલુકાના ડુંગરા ખાતે સોમવાર ના રોજ હોલિકા દહન ના ટાઇમ દરમિયાન અચાનક વાવાઝોડા કરા સાથે વરસાદ થતા જ વૃક્ષ ધરા સઇ થતા વીજ કનેક્શન તૂટી પડતા પુરવઠો ખોરવાતા હોલિકા દહન કાર્યક્રમ મોકૂફ રાખી અને બીજા દિવસે યોજાયો હતો.
સંજેલી સહિત તાલુકામાં સોમવાર ના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જ બારે વાવાઝોડું અને વરસાદની સાથે કરા પડ્યા હતા. ડુંગરા ખાતે હોલિકા દહન ના તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી પરંતુ અચાનક વાતાવરણ માં પલટો આવતા જ વરસાદ અને કરા થતાં ભારે પવનમાં વૃક્ષ ધરાશાય થયું હતું અને જેના કારણે વીજ તાર તૂટી પડતા જ વીજ પુરવઠો ખોરવાયો હતો અને જંગલ નજીક હોવાને કારણે હાલ દીપડાના આંતક સહિતની સમસ્યા અને મુશ્કેલીઓને લઈને ગ્રામજનો દ્વારા સોમવારના રોજ હોલિકા દહનનો કાર્યક્રમ મોકૂફ રાખી અને મંગળવારના રોજ બપોર ના સમયે ડુંગરા ખાતે ગ્રામજનો હોલિકા દહન ખાતે એકઠા થઈ અને હોલિકા દહન નો કાર્યક્રમ કર્યો હતો.