સંજેલી તાલુકાના ડુંગરા જંગલમાં વન વિભાગ દ્વારા દીપડાને પુરવા પાંજરૂ મુકાયું.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ, સંજેલી 

 

 

સંજેલી તાલુકાના ડુંગરા જંગલમાં વન વિભાગ દ્વારા દીપડાને પુરવા પાંજરૂ મુકાયું.

 

સંજેલી 

 

સંજેલી તાલુકામાં આવેલા જંગલ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાએ વાસિયા ઘોડાવડલી ફળિયા ડુંગરા અને તાલુકાના બોર્ડર પર આવેલ લીલવાસર જેવા ગામોમાં રાત્રિના સમયે ઢાળિયામાં ઘુસી અને બકરાઓને મરણ કરી તરખાટ બચાવતા સ્થાનિક લોકોમાં ફેલાઈ જવા પામ્યો હતો ત્રણ દિવસમાં 13 જેટલા બકરાઓનું મરણ કરી અને બે બકરાઓને ઘાયલ કરી દિપડો જંગલ તરફ ફરાર થઈ ગયો હતો જે બાદ સોમવારના રોજ સાંજ પડતા જ દીપડો વાસિયા તરફ ફરી રહેણાંક વિસ્તારમાં શિકાર ની શોધમાં આવી ચડ્યો હતો સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી અને તેને બગાવ્યો હતો હાલ આ દીપડાના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવા માટે ડુંગરા ખાતે આવેલા જંગલમાં પાંજરામાં બકરું મૂકી અને અને દીપડાને પાંજરે પુરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article