
મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલીમાં રંગોસ્તવ પર્વ “ધુળેટી”ની ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી.
સંજેલી તાલુકામાં આવેલ ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હોળી પર્વની સમજ આપી હતી. પર્યાવરણની જાળવણી, પાણીનો બચાવ, કેમિકમ રહિત કલરનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલીનું હોળીનું મહત્વ સમજવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી. સંગાડા એવું જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ રચાય.. વિદ્યાર્થીઓની અંદર સદભાવના, ભાઈચારો રાષ્ટ્રીય એકતાના જેવા ગુણોનો વિકાસ થાય. તે હેતુથી તહેવારો આનંદ સભર ઉજવવામાં આવે છે. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સુખસરના સંચાલક રાજુભાઈ મકવાણાએ અબીલ ગુલાલ એટલે રાષ્ટ્રીય ચેતનાનો પર્વ ધુળેટી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલીમ વર્ગ ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હોળી ધુળેટી પર્વની શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી.