મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી તાલુકામાં સમસ્યા.. 14 સામે 8 જ તલાટી:એક તલાટીના શિરે 3 પંચાયતનીની જવાબદારીથી પંચાયતોમાં કામગીરી પર માઠી અસર….
સંજેલી 56 ગામોમાં 22 પંચાયતો છે.
સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તેવી પ્રજાની માંગ છે.
સંજેલી તાલુકા ની ચાર ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતા વહીવટદાર નીમાયા.
ડુંગરા,મોલી,કરંબા,ભાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થતા વહીવટદાર નિમાયા.
સંજેલી તાલુકાની ચાર ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતા ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર ન થતા વહીવટદાર તરીકે તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી.
સંજેલી તા.04
સંજેલી તાલુકાના 56 ગામોમાં 22 ગ્રામ પંચાયતો આવેલી છે.વર્ષ 2021 માં વાંસીયા ગ્રામ પંચાયતમાં થી નવીન પાંચ ગ્રામ પંચાયતો વિભાજન કરવામાં આવી હતી. જે બાદ સંજેલી તાલુકાની ડુંગરા,મોલી કરંબા ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચની 04/03/2023 ના રોજ મુદત પૂર્ણ થતા ગ્રામ પંચાયતોની નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 278 હેઠળ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરવા જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી દ્વારા હુકમ કરતા ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.ડુંગરામાં એસ.એફ મહિડા,મોલીમાં યુ.જે બારીયા, કરંબામાં એલ.કે.ચૌધરી ભાણપુરમાં એમ.જી બીલવાલ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી વાંસીયા ગ્રામ પંચાયતનું વિભાજન થયા બાદ આજ દિન સુધી ચૂંટણી યોજવામાં આવી નથી અને આ ટલ્લે ચડેલી ચૂંટણીમાં ફરી સંજેલી ચાર પંચાયતોની પણ મુદત પૂર્ણ થતા હાલ સંજેલી તાલુકાની આ નવ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ની તારીખોને લઈને ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતોની 14 તલાટી કમ મંત્રીના મેહકમની સામે 8 તલાટી કમ મંત્રીઓ છે.એક તલાટી કમ મંત્રીના સીરે ત્રણ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની જવાબદારી છે અને ફરી આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન યોજતા તલાટી કમ મંત્રી ના માથે વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.ગ્રામ પંચાયતની ટલ્લે ચડેલી આ ચૂંટણી વહેલી તકે ન યોજાય તો સંજેલી તાલુકાની પ્રજાને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે જેથી આ સંજેલી તાલુકાની નવ ગ્રામ પંચાયતોમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તેવી પ્રજાની માંગ છે.