મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઇ પ્રાથમિક શાળામાં શિક્ષક સંઘની સભા યોજાઇ.
મોરારીબાપુ ની કથા માટે 1.25 લાખનો દાન ફાળાનુ આયોજન કરવામાં આવ્યું.
સંજેલી તા.03
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઇ પ્રાથમિક શાળામાં શિક્ષક સંઘની કારોબારી સભા યોજાય હતી.
દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઇ કટારા ઘટક સંઘના પ્રમુખ રમેશ સેલોત મંત્રી દિનેશભાઈ ભુરીયા ઘટક સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો મહિલા બહેનો ઉપસ્થિત રહી હતી.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન અને મોરારીબાપુની રામકથામાં દાન ફાળા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં હોદ્દેદારો દ્વારા 12500 જેટલી રકમનો દાન ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. સંજેલી તાલુકાના સેક્ષિક સંઘના અધ્યક્ષ દિલીપભાઈ રાવત શેક્ષિક સંઘમાંથી માથી રાજીનામ આપી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયા જેમને સુલતાનભાઇ કટારા પ્રમુખ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આવકાર્યા હતા.સભામાં ફાળા સ્વરૂપે મોટી રકમનું દાન આપવામાં આયોજન કરવામાં આવ્યું હતું.